For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સંયુક્ત મિલકતના વેચાણના નિયમોમાં ફેરફાર

05:36 PM Jul 14, 2025 IST | Bhumika
સંયુક્ત મિલકતના વેચાણના નિયમોમાં ફેરફાર

વણવહેંચાયેલી મિલકતો અંગે મહત્વનો પરિપત્ર જાહેર કરાયો છે. સુપ્રિટેન્ડન્ટ ઓફ સ્ટેમ્પ દ્વારા આ પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ, હવેથી વણવહેંચાયેલી મિલકતના કિસ્સામાં દસ્તાવેજ કરતા સમયે દસ્તાવેજોની ચકાસણી કરવાની રહેશે. રહેણાંક-ઘર સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી વણવહેંચાયેલા હિસ્સા અંગે દસ્તાવેજ કરી આપનારે જ હવે દસ્તાવેજમાં પોતાના તબદિલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે. તે સાથે મળવાપાત્ર હિસ્સા કરતા વધુની તબદિલી કરી નથી તેવો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે. સબ રજિસ્ટ્રારને પણ નોંધણી સંદર્ભે આ મુદ્દે ધ્યાન રાખવાની સૂચના જારી કરાઇ છે. નોંધણી સર નિરીક્ષક અને સુપ્રિન્ટેડન્ટ ઓફ સ્ટેમ્પસની કચેરી દ્વારા વણવહેંચાયેલી મિલકતના સહમાલિક દ્વારા થતી તબદિલીના દસ્તાવેજોની નોંધણી બાબતે 10 જુલાઇએ પરિપત્ર જારી કરાયો છે. જેમાં અગાઉ નિયત કરાયેલી કેટલીક બાબતે ફેરફાર કરાયો છે.

Advertisement

નવા નિયમ મુજબ, સબરજીસ્ટ્રારને દસ્તાવેજની નકલ, 7/12 ના ઉતારા તથા ગામ નમૂના 6 ની વિગતો ચકાસવાની રહેશે. વણવહેંચાયેલી મિલકતના કિસ્સામાં વિવાદના કારણે પરિપત્ર કરાયો છે. દસ્તાવેજ કર્યા સિવાયની વણવહેચાયેલી મિલકતનો સરખો ભાગ ગણવો. મિલકતમાં પારિવારીક વિવાદ ના થાય અને મિલકત સરખા ભાગે વહેંચણી માટે પરિપત્ર જાહેર કરાયો છે.

જાહેર કરાયેલા પરિપત્રમાં જણાવાયું કે, પરિપત્રમાં થયેલ જોગવાઇઓમાં દસ્તાવેજ નોંધણી અંગે કાયદાકીય પ્રશ્નો ઉપસ્થિત થતા તેના નિકાલ સારૂૂ, રહેણાંક (ઘર) સિવાયની સંયુક્ત સ્થાવર મિલકતમાંથી સહ હિસ્સેદાર પોતાના વણવહેંચાયેલ હિસ્સાની તબદીલી કરે એવા સંજોગોમાં ઉક્ત પરિપત્રના કુલચાર મુદાની બાબતોનો દસ્તાવેજમાં ઉલ્લેખ હોવો જોઈએ અને તેની ચકાસણી તથા ખરાઈ સબરજીસ્ટ્રારને કરવાની રહેશે. તેવી સુચના આપેલ.

Advertisement

મુદા નં.3માં જણાવાયુ છે કે, વણવહેંચાયેલ હિસ્સામાં સ્થાવર મિલકતની તબદીલીના દસ્તાવેજમાં દસ્તાવેજ કરી આપનારના હિસ્સા બાબતે પુરતી ચકાસણી કરવી. દસ્તાવેજ કરી આપનાર તેમના ખરેખર હિસ્સા કરતા વધારે હિસ્સાની તબદીલી થતી નથી, તે બાબતની પૂરતી ચકાસણી સબ રજીસ્ટ્રારે કરવાની રહેશે. માટે જો સંયુક્ત મિલકતમાંથી વણવહેંચાયેલ હિસ્સાની તબદીલી થતી હોય તેના રેવન્યુ રેકર્ડ (ગામ નમુના 7/12, 8 અ. ગામ નમૂના નંબર-6) તથા જો તે મિલકતનો દસ્તાવેજ નોંધણી થયેલ હોય તો દસ્તાવેજની નકલ કે અન્ય કોઈ માલિકી હક્કના પુરાવામાં દર્શાવ્યા મુજબ હિસ્સા બાબતે ખરાઈ કરવાની રહેશે. જેમાં ઉપરોક્ત પુરાવામાં જે હિસ્સો દર્શાવલ હોય તે ગણવાનો રહેશે. પરંતુ જે કિસ્સામાં હિસ્સો દર્શાવેલ ના હોય તે કિસ્સામાં સરખા પ્રમાણમાં ભાગ કરી તેનો હિસ્સો નક્કી કરવાનો રહેશે.

ઉદાહરણ તરીકે, કોઈ મિલકતમાં 4(ચાર) સહ હિસ્સેદાર છે તે પૈકી કોઇ 1 (એક) વ્યક્તિ પોતાનો વણવહેંચાયેલ હિસ્સો તબદીલ કરે તો તેના 25 % મુજબ હિસ્સો ગણવાનો રહેશે. જો પોતાના કાયદેસરના મળવાપાત્ર હિસ્સા કરતા વધારે હિસ્સાની તબદીલી થતી હોય તો દસ્તાવેજ નોંધણી માટે સ્વીકારી શકાશે નહિ.

તેને બદલે દસ્તાવેજ કરી આપનારે દસ્તાવેજમાં પોતાના તબદીલી પાત્ર હિસ્સાનો ઉલ્લેખ કરવાનો રહેશે અને તેને મળવા પાત્ર હિસ્સા કરતા વધુની તબદીલી કરેલ નથી તેનો સ્પષ્ટ ઉલ્લેખ દસ્તાવેજમાં કરવાનો રહેશે, જે બાબતને ધ્યાને લઇ સંબંધિત સબરજીસ્ટ્રારશ્રીએ નોંધણી અંગેની કાર્યવાહી કરવાની રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement