For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોંગ્રેસમાં બદલાવ શરૂ, રાજકોટ શહેર OBC પ્રમુખ બદલાયા

04:10 PM Apr 15, 2025 IST | Bhumika
કોંગ્રેસમાં બદલાવ શરૂ  રાજકોટ શહેર obc પ્રમુખ બદલાયા

ગુજરાતમાં કોંગ્રેસના નવસર્જનની શરૂઆત સાથે જ નિષ્ક્રીય નેતાઓને નિવૃત કરી નવા કાર્યકરોને તક આપવાનું શરૂ કરાયું હોય તેમ રાજકોટ શહેર કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના પ્રમુખને બદલાવામાં આવ્યા છે. શહેર ઓબીસી વિભાગના પ્રમુખ હાર્દિક પરમારના સ્થાને ભાર્ગવ પઢીયારની નિમણુક કરાઇ છે. આગામી દિવસોમાં હજુ વધુ ફેરફારો થાય તેવી શકયતા કોંગ્રેસના વર્તુળો દર્શાવી રહ્યા છે.

Advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસની યાદીમાં જણાવાયા મુજબ પ્રદેશ કોંગ્રેસ ઓબીસી દ્વારા વિભાગના રાજકોટ શહેર પ્રમુખ તરીકે ભાર્ગવભાઇ કિશોરભાઇ પઢીયારની નિમણુક કરવામાં આવી છે. ઓબીસીમાં સમાવિષ્ટ જાતીઓનું અને કોંગ્રેસનું સંગઠન વધુ મજબુત બનાવો અને કોંગ્રેસ પક્ષમાં વધુ કાર્યશીલ રહો તેવી અપેક્ષા સાથે કોંગ્રેસ પક્ષ સાથેની વફાદારી અને નિષ્ઠાને ધ્યાનમાં રાખી તેમણી નિમણુંક કરવામાં આવે છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement