બગસરા એસ.ટી બસ સ્ટેન્ડનું નામ બદલીને રામ ભરોસે રાખો: ચેમ્બર
લ્યો બોલો બગસરા બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં સવારના 5:00 વાગ્યાથી ખુલ્લી ઓફિસ રામ ભરોસે ચાલતી હતી. મળતી માહિતી મુજબ બગસરા બસ સ્ટેન્ડ ની અંદર પૂછપરછમાં. તા તા 20 -5 ને મંગળવારના વહેલી સવારે 5:00 વાગે પૂછપરછમાં કોઈની નોકરી ન હતી તેમાં વધુ વિગત જાણવા મળતા એસટી ડેપોમાં યુટિલિસમાં તે ખાનું ખાલી રાખી નોકરી લખતા ભૂલી ગયા હતા. જેથી સવારથી લોકો ટલે ચડ્યા હતા અને વહેલી સવારથી જ બસ સ્ટેન્ડમાં આવતી બસો રજીસ્ટરમાં એન્ટ્રી થયેલ ન હતી.
ત્યારબાદ મોડે સુધી કોઈ ફરક્યું ન હતું અને રામ ભરોસે ઓફિસ ખુલી પંખા ચાલુ લાઈટ ચાલુ ફોન પણ અધર મૂકવામાં આવ્યો હતો અને કોઈક ઓફિસને ખોલીને ચાલ્યું ગયું હોય તેમ લાગી રહ્યું હતું બે કલાક સુધી મુસાફરોએ બસ સ્ટેન્ડમાં પૂછપરછમાં બસ બાબતને લઈને દોડધામ મચી હતી છતાં બગસરા ડેપો મેનેજરની ઘોર બેદરકારીના લીધે બગસરાની પબ્લિક ને તથા એસટીના સ્ટાફને હેરાન થવું પડ્યું હતું કારણ કે સવારથી જ બસ અવરજવર કરતી હોય જેથી રજીસ્ટરમાં બસ લખવાની હોય છે પરંતુ જેને એસટી ડેપોની જવાબદારી સોંપી છે તેવા લોકો આનંદથી નીંદર માણીને સુઈ રહ્યા હતા.અમદાવાદ સેન્ટર ઓફિસ તપાસ કરી તાત્કાલિક ધોરણે પગલાં લઈ તેવું ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ દિનેશભાઈ હડિયલ દ્વારા પ્રેસ મીડિયા ને જણાવ્યું હતું કે એસટી ડેપોમાં પહાડ જેવા પ્રશ્નો છે જેનું નિરાકરણ આવતું નથી ડેપો મેનેજરને ફોન કરવામાં આવે છે તો તે પણ ઉપાડતા નથી જો આ બાબતે ડીસી સાહેબ તપાસ કરશે નહીં તો અમો ચેમ્બર ઓફ કોમર્સ ઉચ્ચ કક્ષાએ અમદાવાદ સેન્ટર ઓફિસને અમારી લેખિત માંગણી સાથે રજૂઆત કરવામાં આવશે તેમ પ્રેસ યાદીમાં જણાવેલ છે.