For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વિંછિયા તાલુકા પંચાયતમાં પરિવર્તન ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી

11:28 AM Aug 21, 2024 IST | Bhumika
વિંછિયા તાલુકા પંચાયતમાં પરિવર્તન ભાજપે કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી
Advertisement

વિછીયા તાલુકા પંચાયતમાં લાંબા સમયથી રાજ કરતી કોંગ્રેસને સુણસણ તો ફટકો પડ્યો શાસન હાથમાંથી સરકીજતા કોંગી જનોમાં સન્નાટો વ્યાપી જવા પામેલ છે ધારાસભ્ય અને મંત્રી કુંવરજીભાઈ બાવળીયા એ ચાણક્ય નીતિ મુજબ ખેલ પાડ્યો છે વીંછિયા તાલુકા પંચાયત કચેરીમાં કોંગ્રેસના પ્રમુખ પ્રવિણભાઈ ગાબુ અને ઉપપ્રમુખ ગીતાબેન ડેલીવાળા સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ જતાં બન્નેએ પદ છોડવું પડયું હતું અને નવનિયુક્ત પ્રમુખ તરીકે નીતાબેન દેવરાજભાઈ ગઢાદરા અને ઉપપ્રમુખ તરીકે ભુપતભાઈ લખમણભાઈ રોજાસરા બિનહરીફ ચુંટાઈ આવતા તાલુકા પંચાયતમાં ભાજપનું રાજ થતા ભાજપના કાર્યકરોમાં ઉત્સાહની લાગણી ફેલાઈ ગઈ હતી.

વીંછિયા તાલુકા પંચાયતમાં કોંગ્રેસના શાસનનો અંત લાવવા માટે ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભગવો લહેરાવવા મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો હતો. વીંછિયા તાલુકા પંચાયતમાં કુલ 18 સદસ્યો પૈકી 4 ભાજપના હતા. તેમ છતાં કોંગ્રેસના સદસ્યોમાં અસંતોષ ઉભો થતા લાંબા સમયથી સખડ-ડખળ શરૂૂ થતાં કોંગ્રેસના સભ્યો ભાજપના સંપર્કમાં આવ્યા હતા અને ભાજપ સાથે જોડાઈ ગયા હતા. વીંછિયા તાલુકા પંચાયતના પ્રમુખ-ઉપપ્રમુખની ચુંટણીમાં કોગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરી પુરતું સંખ્યા બળ નહિ જણાતા કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા હતા અને કોંગ્રેસ આગેવાનોમાં સન્નાટો મટી ગયો હતો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement