30 મે થી ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેનના સમયમાં ફેરફાર
મુસાફરોની સુવિધા અને તેમની માંગને ધ્યાનમાં રાખીને, રેલવે વહીવટીતંત્રે ભાવનગર-ઓખા એક્સપ્રેસ ટ્રેન ના સમયમાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. આ સમયનો ફેરફાર 30.05.2025 થી આગામી સૂચના સુધી અમલ માં રેહશે. ટ્રેન 19209 ભાવનગર-ઓખા એક્સપ્રેસ ભાવનગર ટર્મિનસથી ઓખા માટે 22.10 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે 11.00 વાગ્યે ઓખા પહોંચશે. આમ આ ટ્રેન તેના વર્તમાન સમય કરતાં લગભગ 2 કલાક વહેલી ઓખા પહોંચશે. સુરેન્દ્રનગર-ઓખા સેક્શન વચ્ચે આ ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ભાવનગર ટર્મિનસથી સુરેન્દ્રનગર સુધી આ ટ્રેન તેના વર્તમાન સમયપત્રક મુજબ ચાલશે.
માર્ગમાં આ ટ્રેનનો આગમન/પ્રસ્થાન સમય સુરેન્દ્રનગર (1.25/1.35), દિગસર (1.48/1.49), થાન (2.12/2.14), દલડી (2.28/2.29), વાંકાનેર (2.42/2.47), અમરસર (2.57/2.58), સિંધાવદર (3.07/3.08), કણકોટ (3.17/3.18), રાજકોટ (3.46/3.56), પડધરી (4.21/4.22), હડમતિયા (4.40/4.41), જાલીયા દેવાણી (4.49/4.50), જામવંથલી (5.10/5.12), અલિયાવાડા (5.23/5.24), હાપા (5.40/5.50), જામનગર (6.02/6.07), લાખાબાવળ (6.23/6.24), પીપલી (6.34/6.35), કાનાલુસ (6.44/6.46), મોડપુર (7.00/7.01), ખંભાળિયા (7.20/7.22), ભાતેલ (7.41/7.42), ભોપલકા (7.57/7.58), ભાટિયા (8.10/8.12), દ્વારકા (9.50/9.55), ભીમરાણા (10.23/10.24), મીઠાપુર (10.29/10.30) અને ઓખા (11.00 વાગ્યે). મુજબ રહેશે. આ ટ્રેનના સ્ટોપેજ, સંરચના અને સમય અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને વેબસાઇટwww.enquiry.indianrail.gov.inની મુલાકાત લઈ શકે છે.