રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

લઘુમતી શાળાઓમાં ભરતી નિયમમાં ફેરફારનો હેતુ ભાઈ-ભત્રીજાવાદ ટાળવાનો: હાઈકોર્ટ

03:55 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસે મંગળવારે ટિપ્પણી કરી હતી કે ધાર્મિક અને ભાષાકીય લઘુમતી શાળાઓમાં વહીવટી નિર્ણયોને લગતા રાજ્યના શિક્ષણ કાયદામાં ફેરફારોનો હેતુ ભરતીમાં ભત્રીજાવાદને ટાળવાનો છે, જે લઘુમતી સંસ્થાઓમાં શાસનની સ્વતંત્રતાના નામે વર્ષોથી ચાલી આવે છે. અસંખ્ય લઘુમતી સંસ્થાઓએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સુધારા અધિનિયમ, 2021માં થયેલા ફેરફારોને પડકારતા હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો.

Advertisement

રાજ્ય સરકારે કાયદા માટે નિયમો ઘડ્યા જ્યારે તેમની અરજીઓ પેન્ડિંગ હતી. મંગળવારે, અરજદાર સંસ્થાઓ અને શાળાઓએ તેમની અરજીઓમાં જરૂૂરી ફેરફારો કરવા માટે કોર્ટ પાસે સમય અને પરવાનગી માંગી, કારણ કે તેઓ નિયમોને પડકારવા માગે છે.

ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ અનિરુદ્ધ માયીની ખંડપીઠે અરજદારોના વાંધાઓ વિશે વકીલો સાથે પૂછપરછ કરી હતી. શાળાઓનું પ્રતિનિધિત્વ કરતા વકીલોએ રજૂઆત કરી હતી કે સરકાર, એક સમિતિની નિમણૂક કરીને, તેમની પસંદગીના શિક્ષકો અને આચાર્યોની ભરતી કરવાની તેમની સ્વતંત્રતા છીનવી લેવાનો પ્રયાસ કરે છે. એડવોકેટ જનરલે સ્પષ્ટતા કરી હતી કે પાંચ સભ્યોની સમિતિમાં મોટાભાગના લોકો ટ્રસ્ટના જ હશે.

ગ્રાન્ટ-ઇન-એઇડ લઘુમતી શાળાઓ પર ભરતી પ્રક્રિયાને નિયંત્રિત કરવાના સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા, ઈઉંએ ટિપ્પણી કરી, જો તેઓ અનુદાન-સહાયક સંસ્થાઓ છે, તો રાજ્ય પાસે (તેમને) નિયમન કરવાની સત્તા છે. તેઓ ખાનગી સંસ્થાઓ નથી. તમને ગ્રાન્ટ-ઇન-એઇડ મળી રહી છે, અને આ જનતાના પૈસા છે.

Tags :
gujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement