રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

આચાર સંહિતાના નિયમમાં ફેરફાર: હવે 85થી વધુ ઉંમરના વૃધ્ધો ઘરેથી મતદાન કરી શકશે

04:49 PM Mar 02, 2024 IST | Bhumika
Advertisement

લોકસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે ચુંટણી પંચની ભલામણથી આચાર સંહીતાના નિયમોમાં ધરમખ ફેરફાર કરાયા છે. જેમાં અગાઉ 80 થી વધુ ઉંમરના વૃધ્ધો ઘરેથી બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકતા હતા જેમાં ફેરફાર કરી હવે 85 કે તેનાથી વધુ ઉંમરના વૃધ્ધો જ ઘરેથી બેલેટ પેપર દ્વારા મતદાન કરી શકશે.

Advertisement

આ ઉપરાંત બેલેટ પેપરથી સરકારી કર્મચારીઓના થતા મતદાનમાં પણ ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. જયારે આ વખતે 100 ટકા બેલેટ પેપર દ્વારા સરકારી કર્મચારીઓ મતદાન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા દરેક જિલ્લા કલેકટરને આદેશ આપવામાં આવ્યા છે અને બેલેટ પેપરથી મતદાન કરાવવા માટેરની આજે ગાંધીનગર ખાતે તમામ કલેકટરને તાલીમ આપવામાં આવી રહી છે.

બીજીબાજુ લોકસભાની ચુંટણી નજીક આવી ગઇ છે ત્યારે મતદારોને ડુપ્લીકેટ ચુંટણી કાર્ડ મેળવવા માટે સરકારી કચેરીઓમાં ધરમના ધક્કા થઇ રહ્યા છે. રાજકોટ શહેર કે જિલ્લામાં ઘણા સમયથી ડુપ્લીકેટ ચુંટણી કાર્ડ મળતા નથી કોઇ પણ મતદાર પોતાનું જુનુ ચુંટણી કાર્ડ ખોવાઇ ગયું હોય, ફાટી ગયું હોય કે ગુમ થઇ ગયું હોય તે નવું કઢાવવા જાય ત્યારે ફોર્મ 8 ભરીને મામલતદાર કચેરીએ આપવાનું હોય છે. પરંતુ ચુંટણી કાર્ડ નહીં હોવાના કારણે ઘણા સમયથી આ કામગીરી બંધ કરી દેવામાં આવી છે. ડુપ્લીકેટ ચુંટણી કાર્ડ કે નવું સ્માર્ટ ચુંટણી કાર્ડ મેળવવા માંગતા મતદારોને ધરાર ઓનલાઇન અરજી કરવાનું કહેવામાં આવે છે.

Tags :
Electiongujaratgujarat newsindiaindia newsvote
Advertisement
Next Article
Advertisement