વાંકાનેરના ચંદ્રપુર તા. પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ ભર્યું
ભાજપે હજુ સુધી ઉમેદવાર જાહેર ન કરતા ભારે સસ્પેન્સ
તાલુકા પંચાયતની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર નક્કી કરી લીધેલા છે. આજે ચંદ્રપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ રજુ કર્યું છે, આ સમયે કોંગ્રેસના ટેકેદારો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જ્યારે હજુ ભાજપે પોતાના ઉમેદવાર જાહેર કર્યા નથી. આજે વાંકાનેર તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠક પરની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે ચંદ્રપુર ગામના કોંગ્રેસના યુવા અગ્રણી યાકુભાઈ સંજરના પુત્રી સુજાનાબેન યાકુબભાઈ શેરસિયાની પસંદગી કરી હતી અને તેઓએ આજે ફોર્મ રજૂ કર્યું હતું. જ્યારે ડમી ઉમેદવાર તરીકે રુકશાનાબેન ઈસ્માઈલભાઈ શેરસિયાએ ફોર્મ ભર્યું છે.
તાલુકા પંચાયતની રેગ્યુલર ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદ્રપુર ગામના તત્કાલીન સરપંચ રુકસાનાબેન ઈસ્માઈલભાઈ શેરસિયા ચૂંટણી લડયા હતા અને ચૂંટણીમાં વિજેતા થયા હતા આખરે આ બંને પદમાંથી કોઈ એક પદ પરથી રાજીનામું આપવું ફરજિયાત હોવાથી રુકશાનાબેને તાલુકા પંચાયતના સભ્ય પદેથી રાજીનામું આપતા આ બેઠક ખાલી થઈ હતી તેમની હવે પેટા ચૂંટણી થઈ રહી છે અત્રે એ પણ ઉલ્લેખ છે કે હવે તાલુકા પંચાયતની મુદત લગભગ 11 મહિનાની જેટલી બાકી છે, આ ચૂંટણીમાં જે ઉમેદવાર ચૂંટાશે તે 11 મહિના માટે તાલુકા પંચાયતના સભ્ય બનશે.