For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વાંકાનેરની ચંદ્રપુર, ગારિયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ

11:26 AM Jun 10, 2025 IST | Bhumika
વાંકાનેરની ચંદ્રપુર  ગારિયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ

વાંકાનેર તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા હાલ પ્રક્રિયા ચાલી રહી છે. જેમાં તાલુકાના 19 ગામોના સરપંચની ચૂંટણી તથા પેટા ચૂંટણી થઈ રહી છે, આજે ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે વાંકાનેર તાલુકાની ચંદ્રપુર, ગારીયા અને ધરમનગર ગ્રામ પંચાયતો સમરસ થઈ છે.

Advertisement

ચંદ્રપુર :
વાંકાનેરના ચંદ્રપુર ગામમાં સરપંચ તરીકે ગામના પીઢ અગ્રણી જલાલભાઈ શેરસીયાના પત્ની હલુબેન જલાલભાઈ શેરસીયાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્યોમાં (1). શેરસિયા સુગરાબાનું ઈસ્માઈલભાઈ, (2). પિંડાર કુસુમબેન ઉસ્માનભાઈ, (3). શેરસીયા હુરબાઈ જલાલભાઈ, (4). મકવાણા મનુભાઈ હિરજીભાઈ, (5). ખોરજીયા ફિરોઝાબેન ઈરફાનભાઇ, (6). કડીવાર જાહેદા આહમદભાઈ, (7). ખોરજીયા સાદીક ફતેભાઈ, 8). મરડિયા ઉસ્માનભાઈ નુરમામદ, (9). પરાસરા મામદભાઈ વલીભાઈ (10). શેરસીયા જલાલભાઈ અલીભાઈ બિનહરીફ થયા છે.

ગરિયા:
વાંકાનેર તાલુકાની ગારીયા ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે પુનમબા ગિરિરાજસિંહ વાળાની બિનહરીફ વરણી કરવામાં આવી છે, જ્યારે સભ્ય તરીકે 1) પરસોત્તમદાસ પિતાંબરદાસ રાઠોડ, 2) રેખાબેન સાગરભાઈ રોજાસરા, 3) અરવિંદભાઈ મહિપતભાઈ સરવૈયા, 4) મનસુખભાઈ વાલજીભાઈ થુલેટીયા,5) નિઝામબાદ ધર્મેન્દ્રસિંહ વાળા, 6) રૂૂપાબા લકીરાજસિંહ વાળા, 7) મીનાબા રસિકસિંહ વાળા, 8) શૈલેષભાઈ સોમાભાઈ વહાનીયાની બિનહરીફ થયા છે.

Advertisement

ધર્મનગર :
ધર્મનગર ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે કાંતાબેન ગોવિંદભાઈ મકવાણા બિનહરીફ થયા છે, જ્યારે સભ્યોમાં (1). પ્રિતેશભાઈ વિનોદભાઈ સોલંકી, (2). માધવીબેન રાજનભાઈ મહેતા, (3). રીટાબેન રજનીકાંતભાઈ પિલોજપરા, (4). મહેન્દ્રભાઈ દેવકરણભાઈ કણસાગરા, (5). મંજુબેન કનાભાઈ સોડમિયા, (6). ગીતાબેન કેશુભાઈ વાઘેલા, (7). ઉત્તમભાઈ નરશીભાઈ સરાવડિયા, (8). અકબરભાઈ અલીભાઈ દલપોત્રા બિનહરીફ થયા છે.

આ સમરસ થયેલ ત્રણેય ગ્રામ પંચાયતમાં રેગ્યુલર ચૂંટણી થઈ રહી છે જ્યારે બીજી કેટલીક ગ્રામ પંચાયતોમાં પેટા ચૂંટણી થઈ રહી છે, જ્યારે ઉપરોક્ત ત્રણ ગ્રામ પંચાયતમાં સિવાય અન્ય ગ્રામ પંચાયતમાં પણ રેગ્યુલર ચૂંટણી થઈ રહી છે. સમરસ ગ્રામ પંચાયત સિવાય બીજી ગ્રામ પંચાયતોમાં જ્યાં બિનહરીફ નથી થયું ત્યાં ચૂંટણી પ્રક્રિયા થશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement