ચાંદીપુરા વાઇરસનો કહેર, વધુ એક બાળકનું મોત, મૃત્યુઆંક નવ થયો
મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાઇરસથી એક બાળકનું મોત થતાં વાઇરસથી મૃત્યુ પામનારાનો આંકડો નવ પર પહોંચ્યો છે. વરેઠા ગામના એક વર્ષના બાળકનું વાઇરસના લીધે મોત થયું હોવાનું કહેવાય છે. તેના લીધે આરોગ્યતંત્રમાં હલચલ મચી ગઈ છે. બે બાળકમાં વાઇરસના લક્ષણ જોવા મળતા તેમને તાત્કાલિક સારવાર કરવા માટે ખસેડવામાં આવ્યા હતા.
બે બાળકોમાં વાઇરસના લક્ષણ જોવા મળતાં તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. એક બાળક વરેઠા અને બીજું બાળક ડાભલા ગામનો હોવાનું સામે આવ્યું છે. એક બાળકને વડનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. વરેઠા ગામના બાળકનુ વાઇરસથી મોત થયું છે.
બીજા બાળકને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. બંને બાળકોના સેમ્પલ લઈ પુણેની લેબમાં મોકલવામાં આવ્યા છે. બંને સેમ્પલના રિપોર્ટ અંગે હવે રાહ જોવામાં આવી રહી છે.
હાલતો બાળકને સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. વરેઠા અને ડાભલા ગામમાં આરોગ્ય વિભાગની ટીમોએ પહોંચીને સ્ક્રીનિંગ સહિતની કામગીરી હાથ ધરી હતી. મહેસાણા જિલ્લાના આરોગ્ય તંત્રએ આના પગલે એસઓપી જારી કરી છે અને લોકોને અપીલ કરી છે કે વર્તમાન વાતાવરણમાં બાળકોને કમસેકમ બહારનું ન ખવડાવો. બાળકો ઝડપથી કોઈપણ બીમારીની ઝપેટમાં આવી શકે છે. આ ઉપરાંત પાણી પણ ઉકાળેલું પીવો.
ચાંદીપુરા વાયરસનાં લક્ષણો બાબતે ડોક્ટરે જણાવ્યું હતું કે, આરોગ્ય વિભાગ દ્વારા બાળકોનાં પરિવારજનોનાં સેમ્પલ લઈ તેને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. હાલ હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 6 સંક્રમિત બાળકો દાખલ છે.
જેમાંથી ખેડબ્રહ્માનાં એક બાળકનું મોત થયું છે. જ્યારે અરવલ્લી જીલ્લાનાં ભિલોરાનાં બે બાળકોનાં મોત થયા છે. તેમજ અત્યા સુધી કુલ પાંચ બાળકોનાં સેમ્પલ લઈ પુણેની લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.