ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 48 થયો, 39 પોઝિટિવ સહિત 127 કેસ
ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસે દિવસે વધતો જઇ રહ્યો છે, આજે શંકાસ્પદ ચાંદીપુરાના કેસની સંખ્યા 127 થઈ જ્યારે રાજ્યભરમાં અત્યાર સુધી 48 લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તરફ 42,637 ઘરોમાં સર્વેલન્સ કરવામાં આવ્યું છે. 5.45 લાખ કાચા ઘરોમાં પાવડરનો છંટકાવ કરાયો તેમજ 1.27 લાખ ઘરોમાં સ્પ્રેઈંગ કરવામાં આવ્યું છે.
ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના કુલ -127 કેસો છે. જે પૈકી સાબરકાંઠા-12, અરવલ્લી- 07, મહીસાગર-02, ખેડા-06, મહેસાણા-07, રાજકોટ-5, સુરેન્દ્રનગર-05, અમદાવાદ કોર્પોરેશન-12, ગાંધીનગર-06, પંચમહાલ-15, જામનગર-06, મોરબી-05, ગાંધીનગર કોર્પેરેશન-03, છોટાઉદેપુર-02, દાહોદ-03, વડોદરા-06, નર્મદા-02, બનાસકાંઠા-05, વડોદરા કોર્પોરેશન-02, ભાવનગર-01 દેવભૂમિ દ્વારકા-01, રાજકોટ કોર્પોરેશન-04, કચ્છ-03, સુરત કોર્પોરેશન-02, ભરૂૂચ-03, અમદાવાદ-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 શંકાસ્પદ કેસો મળેલ છે. આ તમામ પૈકી સાબરકાંઠા-06, અરવલ્લી-03, મહીસાગર-01, ખેડા-03, મહેસાણા-04, રાજકોટ-01, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-03, ગાંધીનગર-01, પંચમહાલ-06, જામનગર-1, મોરબી-01,રાજકોટ કોર્પોરેશન-01 કચ્છ-01 તેમજ સુરત કોર્પોરેશન-01 જીલ્લા/કોર્પોરેશનમાંથી ચાંદીપુરા કુલ-39 કેસ પોઝીટીવ મળેલા છે.
ગુજરાત રાજ્યના ઉપરોક્ત-127 કેસો પૈકી સાબરકાંઠા-02, અરવલ્લી-03, મહીસાગર-02, ખેડા-02, મહેસાણા-02, રાજકોટ-03, સુરેન્દ્રનગર-01, અમદાવાદ કોર્પોરેશન-05, ગાંધીનગર-02, પંચમહાલ-06, જામનગર-02, મોરબી-03, ગાંધીનગર કોર્પોરેશન-02, દાહોદ-02, વડોદરા-02, નર્મદા-01, બનાસકાંઠા-03, વડોદરા કોર્પોરેશન-01, દેવભૂમિ દ્વારકા-01, સુરત કોર્પોરેશન-01 ભરૂૂચ-01 તેમજ જામનગર કોર્પોરેશન-01 એમ કુલ-48 દર્દીઓ મૃત્યુ પામેલ છે. ગુજરાત રાજ્યના વાયરલ એન્કેફેલાઇટીસના 42 દર્દી દાખલ છે તથા 37 દર્દીઓને રજા આપેલ છે.