ચાંદીપુરા વાઇરસના કેસોની સંખ્યા 100ને પાર, 38 મૃત્યુ
રાજ્યમાં હાહાકાર મચાવનાર ચાંદીપુરા વાઇરસનાં શંકાસ્પદ કેસનો આંક 100 ને પાર પહોંચ્યો છે. જ્યારે આ વાઇરસના કારણે અત્યાર સુધી 38 બાળકોનાં મોત નીપજ્યાં છે. માહિતી મુજબ, રાજ્યમાં ચાંદીપુરા વાઇરસનાં નવા કુલ 22 પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્યમાં 49 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે જ્યારે 14 દર્દીઓનાં સ્વાસ્થ્યમાં સુધારો થતાં રજા આપવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, રાજ્યમાં સાબરકાંઠામાં 10, અરવલ્લીમાં 5, મહીસાગરમાં 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે. ખેડામાં 6, મહેસાણામાં 6, રાજકોટમાં 4, સુરેન્દ્રનગરમાં 3, અમદાવાદ કોર્પોરેશનમાં 9, ગાંધીનગરમાં 6, પંચમહાલમાં 14, જામનગરમાં 5, જામનગરમાં 5, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2 અને વડોદરામાં 1 કેસ, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશનમાં 2 કેસ, ભાવનગરમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1 શંકાસ્પદ કેસ નોંધાયો છે. આ ઉપરાંત, રાજકોટ કોર્પોરેશનમાં 2, કચ્છમાં 1, ભરૂૂચમાં 1 કેસ, સુરત કોર્પોરેશનમાં 1, અમદાવાદમાં 1 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસથી 38 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3 દર્દીનાં મોત થયા છે. જ્યારે મહીસાગરમાં 2, ખેડામાં 1, મહેસાણામાં 2, રાજકોટમાં 3, સુરેન્દ્રનગરમાં 1, અમદાવાદ કોર્પોરેશનમાં 4, ગાંધીનગરમાં 2, પંચમહાલમાં 5, મોરબીમાં 3, દાહોદમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, વડોદરામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશન અને દ્વારકામાં 1-1 દર્દીનું મોત થયું છે.