For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી ચેમ્બરના પ્રતિનિધિને બહાર કઢાયા

06:10 PM Dec 21, 2024 IST | Bhumika
પુરવઠા સલાહકાર સમિતિની બેઠકમાંથી  ચેમ્બરના પ્રતિનિધિને બહાર કઢાયા

રેશનિંગના સડેલા અનાજનો ભાંડો ફોડતા મને હાંકી કઢાયો: રાજુ જુંજા

Advertisement

રાજકોટ જિલ્લામાં લાભાર્થીઓને સડેલા અનાજનું વિતરણ થતું હોવાનો ભાંડો રાજકોટ ચેમ્બરના પ્રતિનિધિ દ્વારા છેલ્લી પૂરવઠાની બેઠકમાં કલેક્ટર સમક્ષ ફોડવામાં આવ્યો હતો. જેને ધ્યાનમાં રાખી આજે કલેક્ટરની અધ્યક્ષતામાં મળેલી પૂરવઠાની બેઠકમાંથી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિ રાજુભાઈ જુંજાને કલેક્ટર બહાર કાઢ્યા હતા. આબનાવથી વિવાદ સર્જાયો હતો.

રાજકોટ કલેકટર ઓફિસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ હતી, જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જુંજા અને રાજ્યસભાના સાંસદ રામ મોકરીયા દ્વારા હલકી ગુણવત્તાનું અનાજ લઈને પહોંચ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલો ખૂબ જ ગરમાયો હતો અને ગાંધીનગરથી પુરવઠા વિભાગની ટીમ પણ તપાસ માટે આવી પહોંચી હતી. ત્યારે આજે ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જુંજાને પુરવઠા સલાહકારની બેઠક મળી,ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જુંજાને આ બેઠકમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો નહીં.

Advertisement

કલેકટર ઓફિસ ખાતે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ રાજુ જુંજાને બેઠકમાં એન્ટ્રી ન આપતા વિવાદ સર્જાયો હતો.રાજુ જુંજાએ જણાવ્યું હતું કે અગાઉ 8 મિટિંગમાં ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે મેં હાજરી આપી હતી.ગત બેઠકમાં અનાજની ગુણવત્તાને લઈને ઉઠાવેલા સવાલને લઈને આ વખતે કલેકટર એ મને બેઠક બહાર જતું રહેવા સૂચના આપી હતી.

આ રાજકોટ ચેમ્બરનું અપમાન છે: વી.પી. વૈષ્ણવ
ચેમ્બર કોમર્સના પ્રમુખ વી.પી વૈષ્ણવે જણાવ્યું હતું કે આ ચેમ્બર ઓફ કોમર્સનું અપમાન થયું છે. આમંત્રણ આપીને એન્ટ્રી ન આપતા હવે અમે ટૂંક સમયમાં જ ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરીશું. સંકલન સમિતિ અને પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકમાં મોટાભાગના ઘણા બધા અધિકારીઓ છે તે પ્રતિનિધિઓ જ મોકલે છે. તેમજ ઘણી બધી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહેતા હોય છે ત્યારે ચેમ્બર ઓફ કોમર્સ માટે જ કેમ અલગ નિયમ સહિતના સવાલો આગામી સમયમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement