For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી ખર્ચના હિસાબથી નાગરિકો કેમ અંધારામાં?

01:39 PM Jan 02, 2025 IST | Bhumika
સરકારી ખર્ચના હિસાબથી નાગરિકો કેમ અંધારામાં

નાગરિકોના ટેક્સનું શું થાય છે? સરકારોની જવાબદારી પર સવાલ: દેશના અર્થતંત્રમાં પારદર્શકતા અંગે નાગરિકોમાં સર્જનાત્મકતાનો અભાવ: દેશ વ્યવહાર અને નાગરિકોની ઉદાસીનતા: એક વિચાર

Advertisement

આપણે આપણા દેશના નાણાકીય ખર્ચ, આવક અને જાવકની સમગ્ર દેશના આર્થિક માળખાની એક એક પૈસાની વિગતો ઓનલાઇન કેમ નથી માંગતા? આ એક ગંભીર પ્રશ્ન છે જેના પર આપણે સૌને વિચાર કરવો જોઈએ

આપણે દરેક નાગરિકો પોતાના પરિવાર અને વ્યવસાયમાં નાણાકીય બાબતોમાં પારદર્શકતા જાળવીએ છીએ, પરંતુ સરકારી ખર્ચની બાબતમાં આવી પારદર્શકતાનો અભાવ જોવા મળે છે. આ અંગે નાગરિકોમાં સર્જનાત્મકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. આજે એક નાગરિક પ્રશ્ન ઉઠાવી રહ્યો છે કે, આપણે ટેક્સ સ્વરૂૂપે સરકારને જે નાણાં આપીએ છીએ, તેનો એક એક પૈસા નો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થાય છે તે અંગે કોઈ માહિતી કેમ આપવામાં આવતી નથી? આજના ડિજિટલ યુગમાં જ્યારે બેન્કિંગ સહીતના નાણાના દરેક વ્યવહાર ઓનલાઇન થાય છે ત્યારે સરકારી ખર્ચની જાણકારી પણ નાગરિકો ને સેક્ધડ ટુ સેંક્ધડ તમામ હિસાબો ઓનલાઇન શા માટે ન મળવી જોઈએ?દેશના આ નાગરિકનું માનવું છે કે, સરકારી ખર્ચમાં પારદર્શકતા ન હોવાના કારણે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે છે. વર્ષોથી સરકારી કૌભાંડો સામે આવતા રહ્યા છે, પરંતુ આ બાબતે જનતા મૌન રહે છે. નાગરિકો માંગ કરી રહ્યા છે કે, સરકારે સરકારી આવક અને ખર્ચની તમામ વિગતો ઓનલાઇન લાઈવ જાહેર કરવી જોઈએ જેથી કરીને નાગરિકોને ખાતરી થાય કે તેમના ટેક્સનો ઉપયોગ તેમના કલ્યાણ માટે થઈ રહ્યો છે.આજના ઇન્ટરનેટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (અઈં)ના યુગમાં જ્યાં દરેક કામકાજ ઓનલાઇન થઈ રહ્યું છે, ત્યાં દેશ વ્યવહારોની પારદર્શકતાને લઈને નાગરિકોમાં ઉદાસીનતા જોવા મળી રહી છે. આપણે જોઈએ છીએ કે વ્યવસાયિક ક્ષેત્રે નાણાકીય વ્યવહારોની પારદર્શકતા કેટલી મહત્વની છે. તેનાથી ન માત્ર વિવાદો ટાળી શકાય છે પણ ભાગીદારો અને પરિવારના વારસદારોને પણ ધંધાકીય સૂઝ અને માર્ગદર્શન મળી રહે છે.

Advertisement

આ પ્રકારની પારદર્શકતા ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેને કારણે પરિવારના દરેક સભ્યો વચ્ચે વિશ્વાસનું વાતાવરણ સર્જાતું હોય છે. હિસાબો સરળ બનતાં હોય છે. મતભેદ કે મનભેદ થવાની શકયતાઓ રહેતી નથી અને આ પારદર્શકતાને કારણે સમગ્ર પરિવાર એકજૂટ રહી શકતો હોય છે. તો પછી દેશ વ્યવહારોમાં આટલી પારદર્શકતા શા માટે નથી? આપણે આપણા દેશના નાણાકીય ખર્ચ, આવક અને જાવક ની સમગ્ર દેશના આર્થિક માળખાની એક એક પૈસા ની વિગતો ઓનલાઇન કેમ નથી માંગતા? આ એક ગંભીર પ્રશ્ન છે જેના પર આપણે સૌને વિચાર કરવો જોઈએ. શું આપણે ખરેખર એવું ઇચ્છીએ છીએ કે આપણા દેશના નાણાકીય વ્યવહારો અંધારામાં રહે?

આપણે આપણા દેશના વિકાસમાં ભાગીદાર છીએ અને આપણને હક છે કે આપણને દેશના નાણાકીય વ્યવહારોની પૂરી જાણકારી મળે. આ માટે આપણે સૌએ સરકાર પાસે પારદર્શકતા લાવવાની માંગ કરવી જોઈએ. આજે ટેક્નોલોજીના યુગમાં આ કામ બિલકુલ મુશ્કેલ નથી. સરકાર સરળતાથી એક ઓનલાઇન પોર્ટલ બનાવીને દેશના નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ માહિતી નાગરિકોને આપી શકે છે. આનાથી નાગરિકોને દેશના વિકાસમાં ભાગીદાર બનવાની તક મળશે અને તેઓ સરકારને જવાબદાર ઠેરવી શકશે. આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે સરકારે પારદર્શકતા વધારવાના પગલાં ભરવા જોઈએ. જેમ કે, સરકારી ખર્ચની વિગતો ઓનલાઇન મૂકવી, સમાજ સુધારણાના કામોમાં નાગરિકોની ભાગીદારી વધારવી અને ભ્રષ્ટાચાર સામે કડક કાર્યવાહી કરવી. દેશના નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતા ટેક્સનું શું થાય છે તે અંગે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. વેપારીઓ, ઉદ્યોગપતિઓ સહિતના કરોડો નાગરિકો પોતાની જીવનભરની કુલ કમાણીનો 15 થી 25 ટકા જેટલો રૂૂપિયો આવકવેરો, સંપત્તિવેરો અને અન્ય વિવિધ કરો તરીકે સરકારને ચૂકવતા હોય છે. આ ઉપરાંત, કરપાત્ર ચીજોની ખરીદી અને અન્ય પ્રકારના વેરાઓ પેટે પણ અબજો ખરબો રૂૂપિયા સરકારને ચૂકવવામાં આવે છે. પરંતુ આ બધા ટેક્સના બદલામાં નાગરિકોને શું મળે છે તે સવાલનો જવાબ મળતો નથી. નાગરિકોને સરકાર તરફથી સલામતી, રક્ષણ, શિક્ષણ, ઉચ્ચ કક્ષાની આરોગ્ય સુવિધાઓ જેવી મૂળભૂત સુવિધાઓ મળવી જોઈએ. પરંતુ વાસ્તવિકતા એ છે કે, નાગરિકોને આવી કોઈ સુવિધાઓ પૂરતી માત્રામાં મળતી નથી. ઉલ્ટાનું, નાગરિકોને મોંઘવારી, ટેક્સના બોજ અને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

આવી સ્થિતિમાં નાગરિકોમાં સરકાર પ્રત્યે અસંતોષ વ્યાપી રહ્યો છે અને તેઓ પોતાના ટેક્સના પૈસા ક્યાં ખર્ચાય છે તે જાણવા માટે આતુર છે. પારદર્શકતાના અભાવને કારણે નાગરિકોને આ અંગે કોઈ જવાબ મળતો નથી. પરિણામે, નાગરિકોમાં સરકાર પ્રત્યે અવિશ્વાસ વધી રહ્યો છે. સરકારે આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે તાત્કાલિક પગલાં ભરવા જરૂૂરી છે.

:જાણકારીનો અભાવ:
આપણે આપણા દેશના નાણાકીય ખર્ચ, આવક અને અવકોની વિગતો ઓનલાઇન કેમ નથી માંગતા? ઘણા લોકોને દેશના નાણાકીય વ્યવહારો કેવી રીતે કામ કરે છે તેની સંપૂર્ણ જાણકારી હોતી નથી. તેથી તેઓ પારદર્શકતાની માંગ કરવામાં અસમર્થ હોય છે.ભ્રષ્ટાચાર: ભ્રષ્ટાચાર એ પારદર્શિતાનો સૌથી મોટો દુશ્મન છે. ભ્રષ્ટાચારીઓ ઇચ્છતા નથી કે તેમના કારનામા બહાર આવે, તેથી તેઓ પારદર્શકતાને રોકવાનો પ્રયાસ કરે છે. રાજકીય ઇચ્છાશક્તિનો અભાવ: કેટલીકવાર રાજકારણીઓ પારદર્શકતા લાવવામાં રસ નથી લેતા. તેઓ પોતાના સ્વાર્થ માટે અપારદર્શક વ્યવસ્થાને જાળવી રાખવા માંગે છે. જટિલ નાણાકીય વ્યવસ્થા: દેશની નાણાકીય વ્યવસ્થા ખૂબ જ જટિલ હોય છે. તેને સમજવી દરેક માટે સરળ નથી. જેના કારણે લોકો પારદર્શકતાની માંગ કરવામાં અચકાય છે.

:પારદર્શકતાના ફાયદા:
ભ્રષ્ટાચાર ઘટાડવો: પારદર્શકતાથી ભ્રષ્ટાચારને રોકવામાં મદદ મળશે. વિકાસ દર વધારવો: પારદર્શકતાથી રોકાણકારો આકર્ષિત થશે અને દેશનો વિકાસ થશે. લોકશાહી મજબૂત બનશે: પારદર્શકતાથી લોકો સરકારને જવાબદાર ઠેરવી શકશે અને લોકશાહી મજબૂત બનશે. વિશ્વાસ વધશે: પારદર્શકતાથી સરકાર અને નાગરિકો વચ્ચે વિશ્વાસ વધશે. દેશની આર્થિક સિસ્ટમમાં પારદર્શકતા લાવવી એ આપણા સૌનું ફરજ છે. આપણે સૌએ સરકાર પાસે પારદર્શકતા લાવવાની માંગ કરવી જોઈએ. આપણે સૌએ સમાજમાં જાગૃતિ ફેલાવવી જોઈએ. આપણે સૌએ ભ્રષ્ટાચાર વિરુદ્ધ લડવું જોઈએ. જો આપણે આપણા દેશને વિકસિત દેશ બનાવવો હોય તો પારદર્શકતા એ એકમાત્ર માર્ગ છે. તમે આ વિષય પર શું વિચારો છો? કૃપા કરીને તમારા વિચારો અમને શેર કરી શકો છો, અમારો વોટ્સએપ સંપર્ક : 9328108703

Advertisement
Tags :
Advertisement
Advertisement