રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજ્યમાં અકસ્માત રોકવા સાયબર ક્રાઇમ અને ડ્રગ્સના મુદ્દાઓ પડકારરૂપ: ડીજીપી વિકાસ સહાય

11:32 AM Aug 22, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટ,અમદાવાદ,વડોદરા અને સુરતના પોલીસ કમિશનર અને 9 રેંજ આઈજીની ઉપસ્થિતિમાં રાજ્યના પોલીસવડાની અધ્યક્ષતામાં ક્રાઈમ કોન્ફરન્સ યોજાઈ

ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની હાજરીમાં યોજાયેલ ક્રાઈમ કોન્ફરન્સમાં રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશ કુમાર ઝા ઉપરાંત સુરત પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલૌત, અમદાવાદના પોલીસ કમિશ્નર જી.એસ.મલિક અને વડોદરાના પોલીસ કમિશ્નર નરસીમ્હા કોમાર સાથે ગુજરાતની અલગ અલગ રેંજના 9 આઈજીની ઉપસ્થિતિમાં ક્રાઈમ અને પોલીસને લગતી વિવિધ બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી. હવેથી દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરાશે તેમ ડીજીપીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા અનુસંધાનમા વિગતે ચર્ચા કરવાની સાથે જરૂૂરી પડકારોને પહોંચી વળવા માટે જરૂૂરી નિર્ણયો અંગે ડીજીપી વિકાસ સહાયે રાજ્યના 4 પોલીસ કમિશ્નર અને નવ જેટલી રેંજના અધિકારીઓ સાથે અમદાવાદમાં નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરી ખાતે ક્રાઇમ ફોન્ફરન્સ યોજી હતી. જેમાં આગામી સમયમાં ડ્રગ્સ અને સાયબરને લગતા ગુનાઓ પર કાબુ મેળવવા અને નેટવર્કને ખતમ કરવા માટે જરૂૂરી પગલા ભરવા માટે વિસ્તૃતમાં ચર્ચા થઇ હતી.

આ ઉપરાંત, અકસ્માતની ઘટનાઓને કાબુમાં લેવા માટે પોલીસ સ્ટેશન દીઠ બ્લેક સ્પોટ નક્કી કરીને ત્યાં પોલીસની સાથે રોડ એન્જીનીયરીંગ સાથે સંકળાયેલા વિભાગના અધિકારીને સાથે રાખીને કામગીરી કરવામાં આવશે.

અમદાવાદ શાહીબાગ સ્થિત નવ નિર્મિત પોલીસ કમિશનર કચેરી ખાતે ડીજીપી વિકાસ સહાયની અધ્યક્ષતામાં રાજ્યના ચાર શહેરના પોલીસ કમિશનર અને રાજ્યની નવ રેંજના આઇજીપી સાથે ક્રાઇમ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. આ કોન્ફરન્સમાં અનેક મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં ચોરી, લૂંટ, હત્યાના ગુનાઓ ઉપરાંત, સાયબર ક્રાઇમ તેમજ ડ્રગ્સના મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા હતા.જ્યારે ટ્રાફિકના મામલે દરેક પોલીસ સ્ટેશનની હદમાં સૌથી વધારે અકસ્માત થતા હોય તે બ્લેન્ક સ્પોટને ઓળખીને ત્યાં અકસ્માત ઘટાડવા માટે સ્થાનિક પોલીસ સાથે આરટીઓ, માર્ગ અને મકાન વિભાગની સાથે મળીને ડ્રાઇવીંગ પેટર્ન, રોડ એન્જીનીયરીંગ સાથે મળીને કામગીરી કરવામાં આવશે. આમ, એક સાથ રાજ્યના તમામ પોલીસ સ્ટેશનમાં નિયમિત રીતે એક પછી એક બ્લેન્ક સ્પોટને પર કામ કરાશે.

ડીજીપી વિકાસ સહાયે જણાવ્યું હતું કે ચોરી, લૂંટ અને હત્યા જેવા શરીર સંબધી ગુનાઓ ઘણાઅંશે કાબુમાં આવ્યા છે. પરંતુ, પોલીસ માટે સાયબર ક્રાઇમ અને એમડી ડ્રગ્સના મુદ્દાઓ પડકારરૂૂપ છે. સાયબર ક્રાઇમને કાબુમાં લેવા માટે લોકોમાં જાગૃતતા કેળવવાથી માંડીને તમામ શહેરોમાં સાયબર એક્સપર્ટની મદદ લેવા સહિતના મુદ્દાઓ ધ્યાનમાં લેવાયા છે. જે અનુસંધાનમાં રાજ્યના તમામ પોલીસ મથકોમાં સાયબર એક્સપર્ટની નિમણૂંક કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી ભોગ બનનાર લોકોને ઝડપી મદદ મળી શકશે. જો કે સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકોને છેતરપિંડીના નાણાં પરત કરવાની કામગીરી સાથે હજારો ફ્રીઝ એકાઉન્ટને અનફ્રીઝ કરીને માત્ર છેતરપિંડીની રકમને લીયન કરવામાં આવી છે.

દરેક એસ.પી.એ પોલીસ સ્ટેશનમાં ત્રણથી ચાર દિવસ રોકાવું પડશે

ડ્રગ્સના નેટવર્કને તોડવા માટે પોલીસના હાથે ઝડપાયેલા ડ્રગ્સ પેડલર્સ પર નજર રાખવા માટેની ખાસ કામગીરી કરવામાં આવી રહી છે. રાજ્યમાં નાર્કોટિક્સ પણ મોટું ચેલેન્જ છે અને તેને લઈને પણ વિસ્તૃત ચર્ચા આ કોન્ફરન્સમાં કરવામાં આવી હતી. રાજ્યનાં વિવિધ પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બને તેના માટે પણ જિલ્લાનાં પોલીસવડા વાર્ષિક તપાસ માટે પોલીસ સ્ટેશન વિસ્તારમાં જશે અને ત્યાં ત્રણથી ચાર દિવસ સુધી રોકાશે. સ્થાનિક પોલીસ તથા લોકો સાથે પોલીસ વડા ચર્ચા કરશે, જેથી પોલીસ સ્ટેશનની કામગીરી વધુ ચોક્કસ બનશે.

Tags :
cybercrime and drugsDGPgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement