ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

પ્રજાના કામ કરવાની ચેલેન્જ આપો, ખોટુ નાટક બંધ કરો, મોરબીની પ્રજામાં ભારે આક્રોશ

01:46 PM Jul 15, 2025 IST | Bhumika
Advertisement

પ્રજા પ્રત્યે લાગણી હોય તો આ બે કરોડ રોડ રસ્તા માટે વાપરો, ધારાસભ્ય અમૃતિયાને લોકોનો જવાબ

Advertisement

મોરબીમાથી આજે ધારાસભ્ય કાંન્તીલાલ અમૃતિયા 150 કાર લઇને તેના ભાજપનાં જ સર્મથકો સાથે રાજીનામુ આપવા ગાંધીનગર ગયા તેના સામે પ્રજામા અનેક સવાલો ઉઠતા જોવા મલીયા છે જેમા પ્રજા કહે છે તમારે ચેલેંજ આપવા હોય તો પ્રજાનાં કામ કરવાનાં ચેલેંજ જ આવા ખોટા રાજીનામાને બે કરોડની ઓફરની ચેલેંન્જ કરો છો. મોરબીની પ્રજા તમને છેલ્લા 30 વર્ષથી 6 વાર ધારાસભ્ય તરીકે ચુંટાયા છે તો તમે તેનાં બદલામા શું આપીયુ.

આજે શહેરમા પ્રજાને લકઝરી સુવિધા તો એકબાજુ પુરી પ્રાથમીક સુવીધા ન તો નગર પાલિકા એ આપી કે નહી તો મહાનગર પાલિકાએ આપી મોરબી નગર પાલિકાની ગત ચુંટણીમા પ્રજાએ કુલ 13 વોર્ડનાં તમામ સદસ્યો ભાજપનાં ચુંટીયા છતા પ્રજા આનો કાઇ લાભ તો ન મલીયો ને ખોટા દર ચુંટણીમા મોરબીને પેરીસ બનાવાનાં બણંગા ફુકીયા તમને ખરેખર મોરબીની પ્રજા પ્રત્યે લાગણી હોય તો આવી બબ્બે કરોડની ખોટી ઓફર કરવાને બદલે આ બે કરોડ મોરબીનાં રસ્તાઓ ગટરો રીપેરીંગ કરવા વાપરો તો ઘણી સમસ્યા હલ થઇ જાત.

અમારી આજે ગાંધીનગર ભાજપનાં જ સર્મથકોને લઇ 150 કારનાં કાફલો લઇ ગયા ખોટુ શકિત પ્રર્દશન કરયા તેના બદલે તમારા આ બધા સમર્થકો , કાર્યકરો, આગેવાનોને મોરબીનાં 13 વોર્ડની હાલની સમસ્યા જાણવા તમે ખુદ ધારાસભ્યો સાથે પ્રજા વચ્ચે ફરીને પ્રજાની સમસ્યા જાણી હોત તો વધારે ખબર પડત પ્રજા શું પરિસ્થીતીમા છે આ તો પ્રજા વચ્ચે જાવા જેવુ નથી. ને તાજેતરમા ઘણા વર્ષ બાદ પ્રજામા લોક જાગૃતિ દાખવી તેના હકક માટે એમા તમને બીક લાગી એટલે પ્રજાને ગેરમાર્ગ દોરવા ચેલેંજ કરો છો પણ પ્રજા હવે બધુ સમજે છે.

Tags :
gujaratgujarat newsmorbi news
Advertisement
Next Article
Advertisement