વિસાવદરમાંથી નકલી બીડીનું કારસ્તાન ઝડપાતા ચકચાર
જૂનાગઢના વિસાવદરમાં આવેલા માંડાવાળા રોડ ઉપર જય ખોડીયાર સોપારી નામની દુકાનમાંથી પ્રખ્યાત કંપનીની બીડીઓનો જથ્થો ઝડપાયો છે. પોલીસને મળેલી માહિતીના આધારે ચેકિંગ કરતા બીડીઓનો જથ્થો નકલી હોવાનું બહાર આવ્યું છે.
વિસાવદરમાં જય ખોડીયાર સોપારી નામની દુકાનમાં તેમના માલિક મધુ ભાણાભાઈ હડિયાની દુકાનમાં બનાવટી સંભાજી બીડીનું વેચાણ કરતા હોવાની બાતમીના આધારે જૂનાગઢ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં પુના સ્થિત કંપનીના ફિલ્ડ ઓફિસર જીતેન્દ્ર જેઠવાને સાથે રાખીને દરોડો પાડતા સમગ્ર કારોબારનો ભાંડો ફૂટ્યો હતો.માંડાવડ રોડ ઉપર આવેલ જય ખોડીયાર સોપારી નામની દુકાનમાં રાજકમલ તેમજ સંભાજી બીડીના ત્રણ કાર્ટુન દરોડા દરમિયાન મળી આવ્યા હતા. જેમાં બીડીના પેકેટનો કલર શબ્દોની સાઈઝ કાગળ અને સ્ટીકર વગેરેમાં જ તફાવત માલુમ પડ્યું હતું. વેપારીની પૂછપરછ કરતા તેમણે ડુપ્લીકેટ બીડીનો જથ્થો મુંબઈના ગોપાલ ક્રિષ્ના ચિંતા પાસેથી મેળવ્યા હોવાનું જણાવ્યું હતું. વેપારી વધુ હડિયા તેમજ મુંબઈના શખ્સ વિરુદ્ધ કંપનીએ આર્થિક નુકસાન કરવાના ઇરાદે નકલી બીડીનું વેચાણ કરતા હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસે જીતેન્દ્ર જેઠવાની ફરિયાદના આધારે એક શખ્સની ધરપકડ કરી અને અન્ય શખ્સોની શોધ ખોળ હાથ ધરી છે.