રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ધોરાજીના નાની પરબડી ગામેથી માનવ ખોપરી મળતા ચકચાર

05:09 PM Aug 07, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજકોટના ધોરાજીમાંથી માનવ ખોપડી મળી આવતા ભારે ચકચાર જાગી છે. ધોરાજી તાલુકાના નાની પરબડી ગામમાંથી આ કંકાલ મળી આવ્યું, પ્લાસ્ટિકના કારખાનામાંથી આ ખોપડી મળી આવી હોવાનું સામે આવ્યું છે.
આ કંકાલ મળી આવવાની જાણ થતાં પોલીસ તંત્ર બંધ કારખાનામાં પહોંચી હતી. પોલીસે માનવ ખોપડીના મળેલા અવશેષોના સેમ્પલો એકત્રિત કર્યા હતા. ડોગ સ્વોક્ડ સાથે સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ હાથ ધર્યું હતું.

સેમ્પલોને ફોરેન્સિક તપાસમાં મોકલવા માટેની કામગીરી પોલીસ તંત્રે હાથ ધરી છે. તો બીજી તરફ આ ખોપડી મળી છે તે કોની છે, મહિલા છે કે પુરુષ, હત્યા થઈ છે કે કોઈ અહિંયા ફેકી ગયું છે. આ તમામ દિશામાં પોલીસ તપાસ શરૂૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે બંધ કારખાનામાંથી મળી આવેલા માનવકંકાલની ઘટનાએ સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Tags :
dhorajiDhoraji newsgujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement