ચૈતર વસાવાનો જેલવાસ વધુ લંબાયો, 5 ઓગસ્ટે સુનાવણી
04:15 PM Jul 22, 2025 IST
|
Bhumika
Advertisement
દેડિયાપાડામાં બેઠક દરમિયાન જે બબાલ થઇ અને તેમાં ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી છે. 5 જુલાઈથી ચૈતર વસાવા જેલમાં બંધ છે. જે બાદ સતત તેમના પરિવાર સહીત સમર્થકો તેમને છોડાવવા મેદાને આવ્યા છે. અને દરેક જગ્યાએ તેઓ કોઈને કોઈ રીતે રજૂઆતો કરી રહ્યા છે.
Advertisement
પરંતુ હવે ક્યાંક ચૈતર વસાવાને જામીન મામલે મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે સેશન્સ કોર્ટમાં તેમના જામીન નામંજૂર કરવામાં આવ્યા હતા. જે બાદ તેમણે ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી.જે બાદ આજે આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અને ગુજરાત હાઈકોર્ટમાં જામીન અરજીની સુનાવણીમાં મુદત પડી છે.જેમાં હવે 5 ઓગસ્ટના વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. એટલે કે હજુ ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે.
Next Article
Advertisement