ચૈતર વસાવા 80 દિવસે જેલ બહાર, રોકસ્ટાર જેવું સ્વાગત
કાર્યકરોએ ખભે બેસાડી ફેરવ્યા, પ્રદેશ નેતાઓ સાથે સરઘસ કાઢયુ
ભાજપ સરકારે ખોટો કેસ કરીને જેલમાં નાખ્યાનો આરોપ, સીસીટીવી જાહેર કરવા માગણી
વડોદરા જેલમાથી 80 દિવસ બાદ જામીન પર છુટેલા ‘આપ’ ના ધારાસભ્ય ચૈતર વસાવા આજે જેલની બહાર આવતા જ આપના કાર્યકરો અને સમર્થકોએ તેનુ રોકસ્ટારની માફક સ્વાગત કર્યુ હતુ કાર્યકરોએ જેલના દરવાજેથી જ ચૈતર વસાવાને ખભે બેસાડી લીધા હતા , ત્યારબાદ ચૈતર વસાવાએ વિશાળ સરઘસ કાઢયુ હતુ.
લાફાકાંડ બાદ વિવિધ કલમો હેઠળ જેલમાં બંધ ચૈતર વસાવાને 80 દિવસ બાદ ગુજરાત હાઈકોર્ટે શરતી જામીન આપ્યાં છે કોર્ટ દ્વારા એવી શરત રાખવામાં આવી છેકે, આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પોતાના મતવિસ્તારમાં 1 વર્ષ સુધી જઈ શકશે નહીં.
જોકે, ચૈતર વસાવાએ એમ પણ કહ્યુંકે, આ મુદ્દે તેઓ સુપ્રીમકોર્ટનો દરવાજો ખખડાશે. જનતા માટેની લડત આગળ પણ ચાલુ રહેશે. જેલમુક્તિ બાદ ચૈતર વસાવાએ કહ્યું- ભાજપ મારાથી ડરે છે. તેથી તેઓ પોલીસ અને પ્રશાસનનો દૂરઉપયોગ કરીને મારા પર ખોટી કલમો લગાવીને મને ફસાવવાનો પ્રયાસ કરે છે પરંતુ આ જનતાએ આપેલો અવાજ છે જે ક્યારેય દબાયો નથી અને દબાશે નહીં. સત્ય પરેશાન થઈ શકે છે પણ સત્ય ક્યારેય પરાજીત થતું નથી.
જેલમુક્તિ બાદ ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠીયા અને પ્રદેશ સહ પ્રભારી ગુલાબસિંહ યાદવ ઉપસ્થિત રહ્યાં. આ સાથે જેલ બહાર ચૈતર વસાવાના સ્વાગત માટે અઅઙ નેતાઓ, કાર્યકર્તાઓ સહિત આદિવાસી સમાજના આગેવાનો અને ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનો ધારાસભ્ય ચૈતર વસાવાનું સ્વાગત કરવા પહોંચ્યા હતા.
ચેતર વસવાએ જણાવેલ કે , મારી ફરિયાદ લેવામા આવી નહીં મારા પર હાફ મર્ડરની 307ની કલમ લગાવીને મને 80 દિવસ સુધી જેલમાં રાખ્યો હતો. મને જેલમાં રાખવા પાછળ ભાજપ અને પોલીસ પ્રશાસનનો હાથ છે.ચૈતર વસાવાએ એમ પણ જણાવ્યુંકે, અમારા અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી, અમે દબાઈશું નહીં. ગુજરાતની જનતાએ અને સંવિધાને આપેલો અવાજ છે, આ અવાજ ક્યારેય દબાશે નહીં. તમામ હકીકતો બહાર આવશે અને સત્યનો વિજય થશે. 307ની કલમ લાગુ થાય તેવી કોઈ ઘટના ઘટી નથી, શા માટે તે લોકો સીસીટીવી ફૂટેજ જાહેર કરતા નથી?