મુખ્યમંત્રીની મુલાકાત લેતા મહિલા આયોગના અધ્યક્ષ
05:51 PM Jul 03, 2025 IST
|
Bhumika
Advertisement
Advertisement
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શુભેચ્છા મુલાકાત રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ વિજયા રહાટકરે ગાંધીનગરમાં લીધી હતી. રાષ્ટ્રીય મહિલા આયોગના અધ્યક્ષ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા છે તે દરમિયાન તેમણે ગુરુવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે આ શુભેચ્છા મુલાકાત કરી હતી. વિજયા રહાટકર તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદમાં મહિલા જન સુનવાઇ કાર્યક્રમ તેમજ ગાંધીનગર અને પાલનપુર ખાતે વિવિધ બેઠકો અને અન્ય કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાના છે.
Next Article
Advertisement