બજેટમાં મંજૂર થયેલ કેટલા કામો થયાનો જવાબ માગતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નાણાકીય વર્ષ 2024-25 માટે સ્ટે કમિટી દ્વારા મંજુર કરવામાં આવેલ બજેટના અનુસંધાને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર દ્વારા ગત સપ્તાહે તમામ લગત શાખાધિકારીઓ સાથે બજેટની અમલવારીના સ્ટેટસ રીવ્યુ અંગે મીટીંગ કરવામાં આવેલી. જે બજેટમાં તમામ નાયબ કમિશનર, સીટી એન્જીનીયરઓ, તથા લગત અધિકારીઓ સાથે બજેટમાં મંજૂર થયેલ તથા બજેટમાં સૂચવેલા કામો હાલ કયા તબક્કે છે, તથા કયા કામો કઈ સમય મર્યાદામાં પૂર્ણ થશે, જે અંગે સ્ટે કમિટી ચેરમેન દ્વારા વિસ્તૃત માહિતી મેળવવામાં આવી હતી.
આ મિટીંગમાં નાયબ કમિશનર સ્વપનીલ ખરે, સી.કે. નંદાણી, એચ.આર. પટેલ, ટી.પી.ઓ. એસ.એમ. પંડ્યા, સેક્રેટરી એચ.પી. રૂપારેલીઆ, ડે.સેક્રેટરી ડી.એન. જેસડીયા, આસી. સેક્રેટરી એચ.જી. મોલીયા તેમજ સીટી એન્જીનીયરઓ, અતુલ રાવલ, પરેશ અઢીયા, કુંતેશ મહેતા, વાય.કે. ગોસ્વામી, કે.પી. દેથરીયા, બી.ડી. જીવાણી તથા સંલગ્ન વિભાગના વોર્ડ એન્જીનીયરઓ, રોશની, સ્માર્ટ સીટી તથા અન્ય કામગીરી સાથે સંકળાયેલા નાયબ કાર્યપાલક ઇજનેરો હાજર રહેલ.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર દ્વારા આવનારા દિવસોમાં પણ બજેટમાં મંજૂર થયેલ કામોની સમીક્ષા તથા બજેટમાં ઉમેરવામાં આવેલ નવી યોજનાઓનું સમયબધ્ધ અમલીકરણ થાય તે સુનિશ્ચિત કરવા માટે લગત અધિકારીઓ સાથે બજેટ અન્વયે કરેલ કામગીરી અંગે સમયાંતરે બેઠક કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.