ખ્યાતિ હોસ્પિટલ કાંડની તપાસ માટે કેન્દ્રની ટીમ ગાંધીનગર દોડી આવી
છેલ્લા કેટલાક દિવસથી ચર્ચાનાં ચગડોળે ચડેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે હવે કેન્દ્રની ટીમ દ્વારા તપાસ શરૂૂ કરી છે. ગાંધીનગમાં દિલ્હીથી આવેલ કેન્દ્રની ટીમ દ્વારા તપાસ શરૂૂ કરી છે. તેમજ આરોગ્ય વિભાગનાં વિવિધ વિભાગો પીએમજેવાય, યુનીટ, એસએચએ, ઈન્સ્યોરન્સ ડોક્ટુમેન્ટ વેરીફીકેશન યુનિટ સાથે બેઠક યોજી હતી.
ખયાતિ હોસ્પિટલ કાંડની સ્થાનિક લેવલે તપાસ ન થતા દિલ્લીની ટીમ દ્વારા તપાસ શરૂ કરાઇ હોવાનું મનાય છે. તેમજ ખ્યાતી હોસ્પિટલનાં સંચાલકો સામે આઈટી તપાસની પણ શક્યતાઓ છે. તેમજ સંચાલકો-ભાગીદારોના લેવેચ સહિતનાં આર્થિક વ્યવહારોની તપાસ થઈ શકે છે.
અમદાવાદના SG હાઇવે પર આવેલ ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં હવે ક્રાઇમ બ્રાંચની તપાસ તેજ બની છે. વાસ્તવમાં ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કાઈમબ્રાંચે 100થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ સાથે PMJAYના મુખ્ય CMOને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ક્રાઇમ બ્રાંચ દ્વારા અન્ય ફાયનાન્સ કંપનીના રિજિયોનલ મેનેજરને પણ પૂછપરછ માટે બોલાવ્યા હતા. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલ સાથે સંકળાયેલા તમામ લોકોની પૂછપરછ થશે.
અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલના તબીબોએ કડીના 19 દર્દીઓની એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટિ કરી નાખ્યા બાદ 2 દર્દીના મોત થયા હતા. જે બાદમાં તપાસનો ધમધમાટ શરૂૂ થયો છે. આ તરફ હવે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે કાઈમબ્રાંચે 100થી વધુ લોકોને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ તમામ લોકોની પૂછપરછ કરવાની કવાયત હાથ ધરાઇ છે.