રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

એઈમ્સનું નિરીક્ષણ કરવા કેન્દ્રની આરોગ્યની ટીમ સાંજે રાજકોટમાં

04:20 PM Feb 19, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરની ભાગોળે પરાપીપળીયા નજીક 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ આધુનિક એઈમ્સ હોસ્પિટલનું આગામી 25 ફેબ્રુઆરીના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે ત્યારે એઈમ્સની કામગીરીનું નીરીક્ષણ કરવા સાંજે કેન્દ્રીય આરોગ્યની ટીમ રાજકોટ આવશે અને કાલે કલેકટરને સાથે રાખી એઈમ્સની કામગીરીનું નીરીક્ષણ કરશે.

Advertisement

રાજકોટ નજીક પરાપીપળીયા ખાતે 1100 કરોડના ખર્ચે તૈયાર કરાયેલ 250 બેડની અતિઆધુનિક એઈમ્સ હોસ્પિટલનુું વડાપ્રધાન નરેન્દ્ર મોદી 25મીએ લોકાર્પણ કરવાના છે ત્યારે એઈમ્સની કામગીરીની તૈયારીનું નીરીક્ષણ કરવા માટે સાંજે કેન્દ્રીય આરોગ્ય સચિવ અર્પૂવા ચંદ્રા, જોઈન્ટ સચિવ અંકીતા બુંદેલા રાજકોટ આવી પહોંચશે અને સવારે કલેકટર પ્રભવ જોષીને સાથે રાખી એઈમ્સની કામગીરીનું નિરીક્ષણ કરશે.

બીજી બાજુ વડાપ્રધાનના કાર્યક્રમના સંકલનની જવાબદારી કચ્છના સાંસદ વિનોદ ચાવડાને સોંપવામાં આવી છે. તેઓ પણ આજે સાંજે રાજકોટ આવી પહોંચશે અને સરકીટ હાઉસ ખાતે વહીવટી તંત્ર અને સ્થાનિક રાજકીય આગેવાનો સાથે સંકલનની બેઠક કરી માહિતી મેળવશે.

વડાપ્રધાનની જાહેરસભા માટે જનમેદની એકઠી કરવા માટે જિલ્લા કલેકટર પ્રભવ જોષીએ રાજકોટ શહેર અને જિલ્લાના મામલતદારો, ટીડીઓ, ચીફ ઓફિસરોને જવાબદારી સોંપી છે સાથોસાથ સામાજિક સંસ્થાઓ અને વિવિધ સરકારી કચેરીઓને જનમેદની એકઠી કરવા માટેની જવાબદાર સોંપવામાં આવી છે ત્યારે 1400 જેટલી બસો એસ.ટી.દ્વારા ફાળવવામાં આવી છે જેનું સંચાલન મામલતદારો અને ટીડીઓ કરશે. આ ઉપરાંત ફુડ પેકેડની જવાબદારી પણ મામલતદારો અને ટીડીઓને સોંપવામાં આવી છે.

વડાપ્રધાનના કાર્યક્રમ માટે રાજકોટ જિલ્લા કલેકટર તંત્રનો તેમજ મહેસુલ વિભાગનો તેમજ 700થી વધુ સ્ટાફ કામે લાગી ગયો છે અને કલેકટર દ્વારા અલગ અલગ 26 જેટલી કમીટીઓ બનાવી છે જેમાં સ્ટેજ એરપોર્ટ, એઈમ્સ, પાર્કીંગ સહિતની અલગ અલગ કમીટીઓ પોતાની જવાબદારી સ્વિકારી કામે લાગી ગયા છે.આ ઉપરાંત રાજકોટ વડાપ્રધાનના કાર્યક્રમ માટે કલેકટર તંત્રને એક કરોડથી વધુનું બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું હોવાનું કલેકટર સુત્રોમાંથી જાણવા મળી આવ્યું છે.

 

તમામ સરકારી કર્મચારીઓ-અધિકારીઓને સીપીએ પાસ ઈસ્યુ કર્યા
રાજકોટમાં આગામી રવિવારે વડાપ્રધાન મોદીની જાહેરસભા અને લોકાર્પણ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે અલગ અલગ અધિકારીઓને જુદી જુદી કામગીરી સોંપવામાં આવી છે . જેઓને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા સરકારી કર્મચારીઓ અને અધિકારીઓને તેમની કામગીરીના પાસ ઈસ્યુ કરવામાં આવ્યા છે.

આઠ ડેપ્યુટી કલેકટર અને ત્રણ મામલતદાર ફાળવ્યા
રાજકોટમાં વડાપ્રધાનના કાર્યક્રમ નિમીતે વધારાના અધિકારીઓની જિલ્લા કલેકટર દ્વારા મહેસુલ અને જીએડી વિભાગ સમક્ષ માંગણી કરવામાં આવતાં અગાઉ રાજકોટમાં જ ફરજ બજાવી ચુકેલા ડેપ્યુટી કલેકટર સંદીપ વર્મા, પ્રિયાંક ગરચર, સુરજ સુથાર, ચરણસિંહ ગોહિલ, વિરેન્દ્ર દેસાઈ, મેહુલ બરાસરા, કે.જી.ચૌધરી, દેવેન્દ્રસિંહ ઝાલા તેમજ મામલતદાર રૂદ્ર ગઢવી, એસ.આર.મણોવર અને આર.જી.લુણાગરીયાની રાજકોટ ખાતે હુકમ કરવામાં આવ્યો છે ત્યારે આ તમામ અધિકારીઓ સાંજ સુધીમાં કલેકટર સમક્ષ હાજર થતાની સાથે જ તેઓને તેમની કામગીરી સોંપી દેવામાં આવશે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot AIIMSrajkot news
Advertisement
Next Article
Advertisement