For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગુજરાતમાં વીજ ક્ષેત્રની રિવેમ્પ ડિસ્ટ્રિબ્યૂશન સેકટર સ્કીમ હેઠળ રૂા.16,663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

06:37 PM Dec 13, 2023 IST | Bhumika
ગુજરાતમાં વીજ ક્ષેત્રની રિવેમ્પ ડિસ્ટ્રિબ્યૂશન સેકટર સ્કીમ હેઠળ રૂા 16 663 કરોડના ખર્ચને કેન્દ્ર સરકારની મંજૂરી

ગુજરાતમાં ક્ધઝયુમર સેગમેન્ટમાં 1,64,81,871 સ્માર્ટ મીટરની અનુમતિ : રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીને વીજ-એનર્જી મંત્રીએ આપ્યો જવાબ

Advertisement

ગુજરાતમાં વીજ ક્ષેત્ર માટે રિવેમ્પ ડિસ્ટ્રીબ્યૂશન સેક્ટર સ્કીમ હેઠળ નાણાકીય વર્ષ (એફવાય) 2021-22થી એફવાય 2025-26 સુધીના પાંચના ગાળા દરમિયાન કુલ રૂૂ. 16,663 કરોડના ખર્ચને મંજૂરી આપી છે. આરડીએસએસનો ઉદ્દેશ વિતરણ ક્ષેત્રમાં નાણાકીય શિસ્તને લાગુ કરવા ઉપરાંત ઉપભોક્તાઓને સતત વીજ પૂરવઠો પૂરો પાડવાનો છે. રાષ્ટ્રીય સ્તરે આ સમયગાળા દરમિયાન કુલ ખર્ચ રૂૂ. 3,03,758 કરોડ અને કુલ અંદાજપત્રીય સહાયતા (જીબીએસ) રૂૂ. 97,631 કરોડ રહી હતી. આ માહિતી કેન્દ્રીય વીજ અને નવી તથા રિન્યુએબલ ઊર્જા મંત્રી શ્રી આર કે સિંહ દ્વારા 12 ડિસેમ્બર, 2023ના રોજ રાજ્યસભા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગૃહમાં ઉપલબ્ધ બનાવવામાં આવી હતી.

મંત્રીના નિવેદન અનુસાર, વિવિધ રાજ્યોમાં આશરે 19.79 કરોડ પ્રિ-પેઈડ ક્ધઝ્યુમર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન છે, જેમાંથી 1.65 કરોડ સ્માર્ટ મીટર્સ ગુજરાતમાં લગાવવામાં આવશે. પ્રથમ તબક્કામાં ગુજરાતમાં કુલ 66.09 લાખ સ્માર્ટ મીટર, જ્યારે બીજા તબક્કામાં વધુ 1.05 કરોડ મીટર લગાવવામાં આવશે. નથવાણી વર્ષ 2018થી અત્યારસુધીમાં વીજ મંત્રાલયે શરૂૂ કરેલી યોજનાઓ વિશે જાણવા માગતા હતા. સાથે તેમણે આ યોજનાઓ હેઠળ ફાળવાયેલા અને તેના અમલ માટે ઉપયોગ કરાયેલા ફંડ્સની વિગતો પણ માંગી હતી.

Advertisement

મંત્રીશ્રીના નિવેદન અનુસાર, રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશો આરડીએસએસ હેઠળ આશરે 52 લાખ ડિસ્ટ્રીબ્યૂશન ટ્રાન્સફોર્મર (ડીટી) સ્માર્ટ મીટર્સ અને 1.88 લાખ ફીડર સ્માર્ટ મીટર્સ લગાવવાનું આયોજન ધરાવે છે, જેમાંથી 3 લાખ જેટલા ડીટી સ્માર્ટ મીટર્સ અને 5,229 ફીડર સ્માર્ટ મીટર્સ એકલા ગુજરાતમાં જ લગાવાશે. ફીડર અને ડીટી સ્માર્ટ મીટરથી એનર્જી એકાઉન્ટીંગ ઓટોમેટિક અને સચોટ બનતાં હાઈ લોસ એરિયા શોધવામાં મદદ મળશે. આજદિન સુધીમાં, લોસ રિડક્શન (એલઆર) કામકાજ માટે રૂૂ. 1,21,778 કરોડના કુલ ખર્ચ ધરાવતા ડીપીઆરને મંજૂર કરાઈ ચૂક્યા છે અને ભારતમાં સ્માર્ટ મીટરિંગના કામો માટે રૂૂ. 1,30,474 કરોડ મંજૂર કરાયા છે. જવાબમાં એ પણ ઉલ્લેખ કરાયો હતો કે, આરડીએસએસ હેઠળ મંજૂર કરાયેલા કુલ ખર્ચમાંથી, રૂૂ. 5,897.22 કરોડને સ્કીમ ગાઈડલાઈન્સ મુજબ સ્કીમ લોંચ કરાઈ ત્યારથી માંડીને 06-12-2023 સુધીમાં જારી કરી દેવાયા છે, જેમાંથી રૂૂ. 308 કરોડ છેલ્લા બે વર્ષ અને વર્તમાન વર્ષ દરમિયાન ગુજરાત માટે જારી કરવામાં આવ્યા છે.

મંત્રીના જવાબ અનુસાર, આરડીએસએસ સ્કીમ એફવાય 2025-26 સુધી જારી રહેશે. આ સ્કીમનો ઉદ્દેશ અઝઈ ખોટને ઘટાડીને 12-15%ના ભારતવ્યાપી સ્તરે પહોંચાડવાનો તેમજ 2024-25 સુધીમાં એસીએસ-એઆરઆર્રં તફાવતને નાબૂદ કરવાનો છે. આનાથી ડિસ્કોમમાં નાણાકીય સદ્ધરતા આવશે અને આખા વિજ ક્ષેત્રમાં સુધારા જોવા મળશે. આ સુધારાત્મક પગલાંને આરડીએસએસ હેઠળ આ મંત્રાલયની અન્ય વિવિધ પહેલો સાથે લેવાના પરિણામે ડિસ્કોમની એટીસી ખોટ જે એફવાય 2021માં 22.32% હતી તે એફવાય 2022માં ઘટીને 16.44%ના સ્તરે પહોંચી ગઈ છે, એમ જવાબમાં જણવવામાં આવ્યું હતું. આ ઉપરાંત એટીસી ખોટમાં ઘટાડાના પરિણામે એસીએસ અને એઆરઆર વચ્ચેનો તફાવત પણ ઘટ્યો છે જે એફવાય 2021ના રૂૂ. 0.69/કેડબ્લ્યુના આંકેથી ઘટીને એફવાય 2022માં રૂૂ. 0.15/કેડબ્લ્યુના સ્તરે પહોંચી ગયો છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement
Advertisement