For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ જિલ્લા જેલમાં બહારથી સેલોટેપ વીંટાળેલા તમાકુ-મોબાઇલના દડા ફેંકાયા

05:04 PM Sep 12, 2024 IST | admin
રાજકોટ જિલ્લા જેલમાં બહારથી સેલોટેપ વીંટાળેલા તમાકુ મોબાઇલના દડા ફેંકાયા

સીસીટીવીમાં કેદ બે શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ

Advertisement

રાજકોટ જિલ્લા જેલમાં અવાર-નવાર જેલની દિવાલ બહારથી પ્રતિબંધિત વસ્તુઓ વિંટાળેલા દડા ફેકવાના બનાવ સામે આવતા રહે છે. ત્યારે વધુ એક બનાવમાં જિલ્લા જેલ બહારથી સેલોટેપ વિંટાળેલા તમાકુ-મોબાઇલ ભરેલા ત્રણ દડા ફેકવામાં આવ્યા હતા. આ અંગે જેલ સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવતા જેલ બહાર લગાવેલા સીસીટીવીમાં સ્કુટર પર આવેલા બે શખ્સો દડો ફેકતા કેદ થઇ ગયા હોય જેથી આ અંગે પોલીસે ઇન્ચાર્જ જેલરની ફરિયાદ પરથી ગુનો નોંધી આરપીઓની શોધખોળ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ જેલમાં ઇન્ચાર્જ જેલર ગ્રુપ-2 તરીકે ફરજ બજાવતા અશોકસિંહ રાઠોડ દ્વારા પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં આ ઘટના અંગે બે અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.ફરિયાદમાં જણાવ્યું હતું કે, તારીખ 10/9ના તેઓ પોતાની ફરજ પર હતા ત્યારે સાંજના જેલરના જનરલ સુબેદાર ધર્મેશભાઈ ડાભીએ મૌખિક રિપોર્ટ આપ્યો હતો કે, જેલ-2 યાર્ડ નંબર ત્રણના ફાટક આગળ યાર્ડ નંબર 33 ના ફાટકની અંદર કોઈ અજાણ્યા શખસો દ્વારા રૂૂખડીયાપરા તથા માઉન્ટેન પોલીસ લાઈન તરફ જાહેર રસ્તા પરથી જેલની અંદર ચીજવસ્તુનો ઘા કરવામાં આવ્યો છે.

Advertisement

જેથી આ બાબતે સીસીટીવી ફૂટેજ ચકાસતા બપોરના સમયે કાળા કલરના એકટીવામાં આવેલા બે શખસોએ જેલ બહારથી યાર્ડના પાછળના ભાગેથી જેલની અંદર કોઈક વસ્તુનો ઘા કર્યો હોય તેવું નજરે પડ્યું હતું. જેથી તપાસ કરતા સેલોટેપથી વિટાળેલ કુલ ત્રણ દડા મળી આવ્યા હતા.

જેલના સિનિયર જેલરની હાજરીમાં આ પાર્સલ ખોલવામાં આવતા તેમાંથી પ્રતિબંધિત બુધાલાલ તમાકુની પડીકી નંગ 35 તેમજ લાલ કલરનો બેટરી સીમકાર્ડ વગરનો સાદો મોબાઈલ ફોન મળી આવ્યો હતો. જેથી જેલમાં પ્રતિબંધિત વસ્તુઓ ફેંકવા અંગે તપાસ થવી જરૂૂરી હોય આ મામલે આ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement