For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

અટલ સરોવર ખાતે કાલે સ્વાતંત્ર પર્વની ઉજવણી

03:51 PM Aug 14, 2024 IST | admin
અટલ સરોવર ખાતે કાલે સ્વાતંત્ર પર્વની ઉજવણી

શહેરીજનોને શુભેચ્છા પાઠવતા મહાનગરપાલિકાના પદાધિકારીઓ

Advertisement

રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓ મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમન સુરેન્દ્રસિંહ વાળા 78મા સ્વાતંત્ર્ય પર્વની શહેરીજનોને શુભેચ્છા પાઠવતા જણાવે છે કે, ભારત દેશને અંગ્રેજોની ગુલામીમાંથી 15 ઓગસ્ટ-1947ના રોજ સ્વતંત્રતા મળી ત્યારથી આપણું રાષ્ટ્ર આ દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ગૌરવભેર ઉજવે છે. આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલ છે. સમગ્ર દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ (રાજ્ય સરકારો, જિલ્લા, તાલુકા અને ગ્રામ પંચાયતો) દ્વારા ધ્વજ વંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

મુખ્ય સમારંભ નવી દિલ્હીમાં ઉજવવામાં આવે છે જેમાં ભારતના વડાપ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવે છે અને પ્રજાજોગ સંદેશ આપે છે. વડાપ્રધાન આઝાદીની ચળવળના નેતાઓને તેમજ શહીદોને શ્રદ્ધાંજલિ આપે છે અને સ્વાતંત્ર્યસેનાનીઓને યાદ કરે છે. ભારતની સાંસ્કૃતિક વિવિધતાનું પ્રદર્શન, વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે દેશે કરેલી પ્રગતિ વિગેરેની ઝાંખી, ભારતની શસ્ત્ર તાકાતનું નિદર્શન અને દેશના સુરક્ષા દળોની પરેડ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીનું અભિન્ન અંગ છે.

Advertisement

લોકતાંત્રિક શાસન પ્રણાલીના પરિણામ સ્વરૂપે આજે આપણો ભારત દેશ વિશ્વભરમાં આદરપૂર્ણ ઉચ્ચ સ્થાન હાંસલ કરી શક્યો છે. લોકશાહીના આદર્શ મૂલ્યોને વરેલો આપણો દેશ હાલમાં વિકાસની એક આગવી પરિભાષા આલેખી રહ્યો છે. દેશને આઝાદી અપાવનારા ક્રાંતિકારીઓ અને બંધારણની રચના કરનારા મહાનુભાવોના સ્વપ્નો આજે ખરા અર્થમાં સાકાર થઇ રહ્યા છે. નિ:શંકપણે એમ કહી શકાય છે કે, ભારત હવે ન્યુ ઇન્ડિયાબની રહ્યું છે. મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમન સુરેન્દ્રસિંહ વાળા શહેરીજનોને આ 78મા સ્વાતંત્ર્ય પર્વની હર્ષભેર ઉજવણી કરવા અને મહામૂલી આઝાદીનું ગૌરવ જાળવવા દેશભક્તિના કાર્યોમાં પોતાનું આગવું યોગદાન આપે તેવું અંતમાં જણાવી ફરી એક વખત સ્વાતંત્ર્ય પર્વની ખુબ ખુબ શુભેચ્છા પાઠવે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement