રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

મોદી સ્કૂલના 25 વર્ષ પૂર્ણ થતાં રજત જયંતીની ઉજવણી

04:39 PM Oct 19, 2024 IST | admin
oplus_2097152
Advertisement

વિદ્યાર્થીઓમાં વેપારી કૌશલ્ય વિકસાવવા તા.22મીથી મેગા ઇવેન્ટ: વૃક્ષારોપણ, રક્તદાન સહિત સામાજિક કાર્યો કરવાની નેમ

Advertisement

શ્રેષ્ઠ શિક્ષણ, સંસ્કાર અને ચારિત્ર્યની સાથે ઉચ્ચ કારકિર્દીના ઘડતરનો પ્રયાસ તથા ઉત્કૃષ્ટ શિક્ષણ દ્વારા રાષ્ટ્રનિર્મા એવા અભિગમ સાથે રાજકોટ અને જામનગરમાં મોદી સ્કૂલ 25 વર્ષથી હરફળ ગતિથી કાર્યરત છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સ્પેસ સાયન્સમાં સૌ પ્રથમ પીએચ.ડી. થનાર એવા ડો.રશ્મિકાંત મોદીએ વર્ષ 1999માં રાજકોટ શહેરમાં વિજ્ઞાન પ્રવાહની સૌ પ્રથમ સેલ્ફ ફાયનાન્સ સ્કૂલ શરૂ કરી હતી.

આ અંગે પત્રકાર પરીષદ સંબોધતા ડો.રશ્મિકાંત મોદીએ જણાવ્યું હતુ કે, આજે રાજકોટ-જામનગરની સ્કૂલની વિવિધ શાખાઓમાં 16000 આસપાસ વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે. જેમાં ગુજરાત બોર્ડમાં ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમ તથા સીબીએસઇના નર્સરીથી ધો.12 સાયન્સ/કોમર્સ/આટર્સના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. રાજકોટમાં કાલાવડ રોડ પર આવેલ ઇશ્ર્વરીયા ગામમાં બોયઝ અને ગર્લ્સના અલગ-અલગ કેમ્પસમાં બોર્ડિંગ પણ કાર્યરત છે.

25 વર્ષની ઉજવણી માટે સંસ્થાના સહસ્થાપક પારસભાઇ તથા નવી જનરેશનના ધવલભાઇ હિતભાઇ, આત્મનભાઇના માર્ગદર્શન હેઠળ મોદી સ્કૂલે વિવિધ પ્રવૃતિઓનું આયોજન ર્ક્યું છે. જેમાં 25 વર્ષ પૂરા થતા 2500 વૃક્ષો વાવવા તેમજ ઉછેરવાના સંકલ્પ વિદ્યાર્થીઓએ લીધેલ જેમાં 8000 કરતા વધુ વૃક્ષોનું રોપણ થઇ ચૂક્યું છે. દર વર્ષમાં ત્રણ વાર બ્લડ ડોનેશન કેમ્પ થતાં હોય તેમાં આ વખતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન યોજાયું જેમાં લગભગ 450 બોટલ બ્લડ એકત્રિત કરી રાજકોટ સિવિલ હોસ્પિટલને આપવામાં આવ્યું.

વડીલ વંદના કાર્યક્રમ હેઠળ વિદ્યાર્થીઓના દાદા-દાદી, નાના-નાની તથા વૃદ્ધાશ્રમના વડીલોને આમંત્રણ આપી, હેમુ ગઢવી હોલમાં તેમના જમાનાના ફિલ્મી ગીતોનો ગુલદસ્તો વડીલોએ માણ્યો. વૃદ્ધો માટે જ અવિરત કાર્ય કરતી સંસ્થા "ઇંયહાફલય ઈંક્ષમશફ”ને મોદી સ્કૂલના વિદ્યાર્થીઓએ 30 લાક જેવી માતબર રકમનો ફાળો એકત્રિત કરી આપ્યો. મોદી સ્કૂલની તમામ બ્રાંચ ખાતે આર્ટ ફેરનું ભવ્યાભિવ્ય આયોજન થયેલ છે. મોદી સ્કૂલ કેમ્પસમાં ગીરગંગા પરિવારના સધિયારા પ્રયાસે સફળતાપૂર્વક છ જગ્યાએ વોટર રિચાર્જ કાર્ય કરેલ છે. મોદી સ્કૂલ દ્વારા આણંદપર ખાતે એક ચેકડેમ બનાવી આપેલ છે.

આ વર્ષે સંસ્થાએ ધોરણ 6થી ધોરણ 10માં પ્રમાણમાં હોશિયાર એવા દરેક વિદ્યાર્થી માટે પાઠ્યપુસ્તક ઉપરાંત એડવાન્સ લેવલનો કોર્ષ કે જે આગળ ઉપર જી/નીટ/સીએ/સીએસ કે સ્પર્ધાત્મક પરીક્ષા આપવામાં ખૂબ ઉપયોગી થાય તેવો કોર્ષ કોઇપણ પ્રકારની વધારાની ફી લીધા વગર કરાવવાનું નક્કી ર્ક્યું છે. એનો અમલ શરૂ થઇ ચૂક્યો છે. વિદ્યાર્થીઓ પૈસાનું મુલ્ય સમજે, વ્યાપારી કૌશલ્ય, વાતચીતનું કૌશલ્ય, શિષ્ટાચાર વગેરે સમજે તે માટે કોમર્સના વિદ્યાર્થીઓ દ્વારા આ વખતે કોમર્સ બજાર કે જે એમ-પલ્સ3ના નામે એક મેગા ઇવેન્ટ તા.22/10/2024થી 25/10/2024 સુધી પારિજાત પાર્ટી પ્લોટ 150 ફૂટ રીંગ રોડ પર યોજાઇ રહી છે.

Tags :
Celebrating 25 yearsgujaratgujarat newsModi School Silver Jubileerajkotrajkot news
Advertisement
Next Article
Advertisement