CCTVએ ખોલ્યા રાઝ, બેનંબરી હિસાબો છુપાવવાની ભેદી ‘ઓરડી’ મળી
- બિલ્ડર ગ્રૂપના કાળા-ધોળાનો અંતે ભાંડો ફોડતું ઇન્કમટેક્સ વિભાગ: મોટા ધડાકા થવાનો નિર્દેશ
- એક અઠવાડિયા સુધી પોલીસને સાથે રાખી 450 કેમેરા ચેક કરી પગેરું મેળવ્યું
- ફલેટમાંથી હિસાબી સાહિત્યના થેલાની હેરફેરની સીસીટીવીમાં કેદ થયેલી તસવીરો જોઇ શકાય છે
- બિનહિસાબી હિસાબોના પોટલા છુપાવાયા હતા તે ભાડાની ઓરડીની તસવીર
રાજકોટના ટોચના બિલ્ડરો ઓરબીટ ગૃપ અને લાડાણી એસોસીએટસ તેમજ તેની સાથે સંકળાયેલા બિલ્ડરોને ત્યાં તાજેતરમાં પડેલા ઇન્કમટેકસના દરોડા લીક થઇ ગયા હોય તેમ ઇન્કમટેકસ વિભાગે દરોડા પાડયા તેની આગલી રાતે એક બિલ્ડરને ત્યાંથી બેનંબરી હિસાબી સાહીત્ય અને રોકડ રકમ ભરેલા થેલા સલામત જગ્યાએ ખસેડતા બિલ્ડરના કર્મચારીઓના સીસી ટીવી વાઇરલ થતા ઇન્કમટેકસના આ દરોડા લીક થઇ ગયાની શંકા સેવાઇ રહી છે.
ઇન્કમટેકસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ શંકાના આધારે પોલીસની મદદથી 450થી વધુ સીસીટીવી કેમેરાનું સ્ક્રિનીંગ કરી તપાસ હાથ ધરતા કેમેરાનું સ્ક્રિનીંગ કરી તપાસ હાથ ધરતા બિલ્ડર લાડાણી એસોસીએટસ દ્વારા શહેરના યુનિ. રોડ ઉપર આવેલ પેરેમાઉન્ટ સોસાયટીમાં એક ઓરડી ભાડે રાખી બે નંબરી વ્યવહારો છુપાવ્યાનો ઘટસ્ફોટ થતા ઇન્કમટેકસના અધિકારીઓ ચોંકી ઉઠયા હતા.
ઇન્કમટેકસ વિભાગે બિલ્ડરના આ ગુપ્ત સ્થળેથી બિન હિસાબી સાહિત્યના પોટલા કબજે કરતા આગામી દિવસોમાં મોટા ધડાકા થવાની શકયતા દર્શાવવામાં આવી રહી છે.
રાજકોટના ઓરબીટ તથા લાડાણી એસોસીએટસ સહીતના બિલ્ડરોને ત્યાં ગત તા.27ના રોજ સવારે ઇન્કમટેકસ વિભાગના દરોડા પડયા અને લગભગ ત્રીસેક સ્થળે સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું.
રાજકોટની રિયલ એસ્ટેટ કંપની લાડાણી ગ્રુપ પર ઈન્કમટેક્સ વિભાગના દરોડામાં 500 કરોડની ટેક્સ ચોરી પકડાઇ છે. જોકે રસપ્રદ બાબત એ છે કે ચોક્ક્સ બાતમી છતાં ઠોસ કોઇ પુરાવા ન મળતા આવકવેરા અધિકારીઓ પણ મંઝવણમાં મુકાયા હતા.
ઈન્કમટેક્સ વિભાગે 27 ફેબ્રુઆરીએ લાડાણી ગ્રુપ અને તેમની સાથે સંકળાયેલા લોકોના 30 જેટલા સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યું હતું. છેવટે પોલીસની મદદથી લગભગ 450 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરતા પગેરું યુનિવર્સિટી રોડ પર પીજીવીએસએલની ઓફિસની પાછળ આવેલા ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં નીકળ્યું હતું. અહીં એક રૂૂમમાં તપાસ કરતા દસ્તાવેજો અને ડેટા સહિત ટેક્સ ચોરીના પુરાવા મળ્યા હતા.
લાડાણી ગ્રુપના કાળા નાણાંનો તમામ વહીવટ એકાઉન્ટન્ટ અંકિત શિરા અને રાજ સિસોદિયા કરતા હતા. દસ્તાવેજો અને ડેટા સંતાટવા તેમણે સાવ સામાન્ય જગ્યામાં 4 હજારમાં રુમ ભાડે રાખ્યો હતો અને ત્યાં તેઓ બધો દસ્તાવેજ સંતાડી રાખતા હતા.
સીસીટીવી ફૂટેજમાં લાડાણી ગ્રુપના કેટલાક ખાસ લોકો રૂૂમમાં અને થોડી વારમાં બહાર નીકળતા દેખાયા હતા. આવકવેરા અધિકાીઓએ રુમમાં તપાસ કરતા લેપટોપ અને ફાઈલો મળી હતી. તેની ચકાસણીમાં આ ગ્રુપે 500 કરોડની ટેક્સ ચોરી કરી હોવાનો પર્દાફાશ થયો હતો.
કહેવાય છે કે ગ્રૂપના પ્રમોટર દિલીપ લાડાણીને આવકવેરાની દરોડાની બાતમી મળી ગઈ હતી તેથી તેમણે અંકિત શિરા તમામ રોકડ રકમ તેમના ત્યાંથી બીજી જગ્યાએ છુપાવવા કહ્યું હતું. આ ઉપરાંત લાડાણીએ તેમનો ફોન 10મા માળેથી નીચે ફેંકી દીધો હતો. જોકે આ ફોનને રિકવર ડેટા મેળવવા માટે એફએસએલમાં મોકલાયો છે. એક ફૂટેજમાં અંકિત શિરા અને તેની પત્ની એક સુટકેશ લઈને જતા દેખાયા હતા. આ સુટકેશ કબ્જે લેતા તેમાંથી 1.25 કરોડ નીકળ્યા હતા.
રેડ લીક થઇ ગઇ, આગલા દિવસે જ સાહિત્ય પગ કરી ગયું
રાજકોટના બિલ્ડરોને ત્યાં પડેલી ઇન્કમટેકસની રેડ અગાઉથી લીક થઇ ગઇ હોય તેમ ગત તા.27ના રોજ બિલ્ડરોને ત્યાં ઇન્કમટેકસ વિભાગના દરોડા પડયા હતા. પરંતુ તા.26મીની રાતે 10.09 વાગ્યે જ બિલ્ડરના ફલેટ નં.1002માંથી એક દંપતી હિસાબી સાહિત્ય અને લેપટોપના થેલા લઇને જતા સીસીટીવીમાં દેખાય છે. આ ઉપરાંત તા.27મીએ વહેલી સવારે 6.29 કલાકે બિલ્ડરનો અન્ય એક કર્મચારી પણ હિસાબી સાહિત્ય લઇને જતો દેખાય છે.
બિલ્ડરના રહેણાંકવાળા બિલ્ડીંગના સીસીટીવીમાં પોટલા લઇને જતા દંપતીની ભાળ માટે રોડ ઉપરના અન્ય સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવતા આ દંપતિ સાધુ વાસવાણી રોડ ઉપરથી યુનિ. રોડ ઉપર આવેલ પેરેમાઉન્ટ સોસાયટી તરફ જતા જોવા મળ્યા હતા અને અંતે બિનહિસાબી સાહિત્ય છુપાવવાની ભેદી ઓરડી મળી આવી હતી.