For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમના સીસીટીવી ફુટેજ મળ્યા

12:16 PM Mar 18, 2024 IST | Bhumika
4 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરનાર નરાધમના સીસીટીવી ફુટેજ મળ્યા
  • શાપર-વેરાવળમાં શનિવારે બનેલી ઘટના, ઘર પાસે રમતી બાળકીનું અપહરણ કરી હેવાનિયત આચરી હાઈવે પર ફેંકી દીધી : આરોપીને ઝડપી લેવા પોલીસનું કોમ્બિંગ

રાજકોટ શહેરની ભાગોળે આવેલ ઔદ્યોગિક વસાહત શાપર વેરાવળમાં શનિવારે સવારે ઘર પાસે રમતી ફુલ જેવી ચાર વર્ષની માસુમ બાળકીને ચોકલેટ લઈ દેવાના બહાને ઉપાડી જઈ નરાધમે અવાવરૂ સ્થળે બળાત્કાર ગુજારી બાળકીને મોંઢા પર બોથડ પદાર્થનો ઘા ઝીંકી હાઈવે પર ફેંકી દીધાની ઘટના પોલીસ ચોપડે નોંધાતા સનસનાટી મચી જવા પામી છે ત્યારે નરાધમને ઝડપી લેવા માટે પોલીસે સીસીટીવી ફુટેજ મેળવી આરોપીની ધરપકડ કરવા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement

આ ઘટના અંગેની પોલીસ સુત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ, શાપર-વેરાવળ ઝુંપડપટ્ટીમાં રહેતા શ્રમિક પરિવારની ચાર વર્ષની ફુલ જેવી બાળકી શનિવારે સવારે ઘર પાસે રમતી હતી ત્યારે અજાણ્યા શખ્સે બાળકીને નાસ્તો લઈ દેવાના બહાને ઉપાડી ગયો હતો અને બાળકીને અવાવરૂ સ્થળે લઈ જઈ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું.

બાળકીએ નરાધમનો પ્રતિકાર કરતાં તેને ચુપ કરવા માટે મોંઢા પર બોથડ પદાર્થના ઘા ઝીંકી દીધા હતાં અને બાદમાં બાળકીને હાઈ-વે પર આવેલ ગેઈટ પાસે બપોરે ફેંકી દઈ આરોપી નાસી છુટયો હતો. બીજી બાજુ હાઈ-વે પર ઈજાગ્રસ્ત હાલતમાં પડેલી બાળકી કણસતી હોય હાઈ-વે પરથી પસાર થતાં કાર ચાલકનું ધ્યાન પડતાં પોતાની કાર રોકી જોયું તો બાળકીને મોંઢા પર તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઈજાના નિશાનો મળ્યા હતાં.

Advertisement

આ બનાવ અંગે 108 અને પોલીસને જાણ કરતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઈ બાળકીને સારવાર અર્થે રાજકોટની જનાના હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકી પર દુષ્કર્મ થયાનું તબીબે અભિપ્રાય આપ્યો હતો. જ્યારે બાળકીને ચુપ કરાવવા મોંઢા પર બોથડ પદાર્થના ઘા ઝીંકવામાં આવ્યા હોવાનું બહાર આવ્યું હતું.શાપર-વેરાવળ પીએસઆઈ આર.કે.ગોહિલના સ્ટાફે બાળકીના પરિવારજનોને શોધી તેમની ફરિયાદ પરથી અજાણ્યા શખ્સ સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ શાપર વેરાવળના સીસીટીવી ફુટેજની તપાસ કરતાં નરાધમ બાળકીને લઈને જતો હોવાના સીસીટીવી ફુટેજ મળી આવ્યા હતાં.

બીજી બાજુ આ બનાવની એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાને જાણ થતાં એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવી સીસીટીવી ફુટેજના આધારે નરાધમને ઝડપી લેવા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement