સીસીટીવી કેમેરાએ જાહેરમાં થૂંકતા 15ને પકડ્યા
વોર્ડ નં. 15માં મહાસફાઈ ઝુંબેશ હાથ ધરી 62 ટન કચરાનો નિકાલ કરાયો
મનપાના પર્યાવરણ વિભાગ દ્વારા શહેર સ્વચ્છ બનાવવા માટે મહાઝુંબેશ શરૂ કરી છે. જે અંતર્ગત જાહેરમાં થુંકતા વધુ 15 લોકોને સીસીટીવી કેમેરા મારફતે ઝડપી પાડી ઈમેમો ફટકાર્યો હતો તેમજ નિર્મળ ગુજરાત અંતર્ગત વોર્ડ નં. 15માં સપાઈ અભિયાન હાથ ધરી 62 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો.
રાજકોટ શહેરમા સફાઇ અંગે જાગૃતિ આવે અને શહેર ને પ્લાસ્ટીક મુકત કરવા, સફાઈ અંગે ની ફરિયાદો નાં ઝડપી નિવારણ તેમજ લોકો માં સફાઇ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકો ને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારા, જાહેરમાં ન્યુસન્સ કરતા આસામીઓ ને તેમજ જાહેરમાં પાન-ફાકી ખાઈ થુંકનાર ને સીસીટીવી કેમેરા ના માધ્યમ દ્વારા ઝડપી લઇ દંડ વસુલાત ની કામગીરી હાથ ધરવામાં આવેલ છે, જે અંતર્ગત તા.06-02- 2024ના રોજ 15 વ્યક્તિઓને જાહેરમાં પાન-ફાકી ખાઈને થુંકતા તેઓ ને ઈ-ચલણ દ્વારા દંડ કરવામાં આવેલ છે.
કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરના કુલ 1000 કેમેરા દ્વારા દિનભરમાં 1253 લોકેશન ચેક કરવામાં આવેલ, જે અંતર્ગત કુલ 472 સફાઈ કામદારો ની સફાઈ કામગીરી નું નિરીક્ષણ કરવામાં આવેલ છે, દરમ્યાન તા.06-02-2024 ના રોજ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની સફાઈ બાબત ની 20 ફરિયાદો સીસીટીવી ક્ધટ્રોલ રૂૂમ દ્વારા ફરિયાદી બની કરવામાં આવેલ હતી. આ ફરિયાદો નું ફોલોઅપ જે તે વિસ્તાર ના સેનીટરી ઇન્સ્પેકટર પાસે થી મેળવી 24 કલાક માં ફરિયાદ નુ નિવારણ કરવામાં આવેલ હતું.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0અંતર્ગત શહેરના વોર્ડ નં.1 થી 18માં વન-ડે, વન-વોર્ડમુજબ સફાઇ મહાઝુંબેશ તા.27/12/2023 થી તા.01/04/2024 સુધી હાથ ધરવામાં આવેલ છે. જે અંતર્ગત તા.06/02/2024ના રોજ વોર્ડ નં.15માં નિર્મળ ગુજરાત-2.0 અંતર્ગત સફાઈ મહાઝુંબેશ હાથ ધરવામાં આવેલ. આ વોર્ડમાંથી 62 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો.