CBSE ધો.10-12ની તા.15 ફેબ્રુઆરીથી પરીક્ષા
સીબીએસઇએ તેની વેબસાઈટ cbse. gov.in પર 10 અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષા 2025ની ડેટશીટ જાહેર કરી છે. શિડ્યુલ મુજબ 15 ફેબ્રુઆરીથી પરીક્ષાઓ શરૂૂ થશે. ધોરણ 10ની પરીક્ષા 18 માર્ચે સમાપ્ત થશે જ્યારે ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલ સુધી ચાલશે. શેડ્યૂલ મુજબ ધોરણ 10ની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂૂ થશે અને પહેલું પેપર અંગ્રેજીનું હશે. જ્યારે ધોરણ 12 માટે 15 ફેબ્રુઆરીએ આંત્રપ્રિન્યોરશિપની પરીક્ષા લેવામાં આવશે, જ્યારે શારીરિક શિક્ષણની પરીક્ષા 17 ફેબ્રુઆરીએ લેવામાં આવશે.
સીબીએસઇએ સબ્જેક્ટ સ્પેસિફિક ગાઈડલાઈન જાહેર કરી છે. જેમાં સબ્જેક્ટ કોડ, ક્લાસ સ્પેસિફિકેશન, થિયરી અને પ્રેક્ટિકલ માટે મહત્તમ ગુણ, પ્રોજેક્ટ વર્ક, ઈન્ટરનલ અસેસ્મેન્ટ અને આન્સર શીટનું ફોર્મેટ જેવી મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી છે. પરીક્ષાઓનું સુચારુ સંચાલનને સુનિશ્ચિત કરવા માટે શાળાઓને આ સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરવા સૂચના આપવામાં આવી છે.
વિદ્યાર્થીઓ સીબીએસઇની વેબસાઇટ cbseacademic.nic.in પર ધોરણ 10 અને 12ના સેમ્પલના પ્રશ્નપત્રો જોઈ શકશે. આ વિદ્યાર્થીઓને નવીનતમ પ્રશ્ન ફોર્મેટ, માર્કિંગ અને પરીક્ષા પેટર્નથી પરિચય આપવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે, જેથી તેઓ તેમની બોર્ડની પરીક્ષા માટે અસરકારક રીતે તૈયારી કરી શકે.
સીબીએસઇ ડિસ્ટિંક્શન ન આપવાની કે ટોપર્સ જાહેર ન કરવાની તેની નીતિ ચાલુ રાખશે. 2024ની જેમ 2025ની ધોરણ 10 અને 12ની પરીક્ષા આપનારા વિદ્યાર્થીઓને એકંદરે ડિવિઝન, ડિસ્ટિંક્શન અથવા કુલ ગુણની ટકાવારી મળશે નહીં.