For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

શુષ્ક આંખ(ડ્રાય આઈ સિંડ્રોમ)થવા પાછળના કારણો, લક્ષણો અને સાવચેતીના પગલાં

11:45 AM Sep 14, 2024 IST | Bhumika
શુષ્ક આંખ ડ્રાય આઈ સિંડ્રોમ થવા પાછળના કારણો  લક્ષણો અને સાવચેતીના પગલાં
Advertisement

આંખ એ આપણા શરીર નું અવિભાજય અંગ છે. આંખ એ ખૂબ જ નાજુક અને સંવેદનશીલ અંગ છે. આંખ ની ખુબ જ સાવચેતી થી સાંભળ રાખવી જોઈએ એ. તમે ક્યારેય સૂકી, ખંજવાળ અથવા બળતરાવાળી આંખોની તકલીફ નો અનુભવ કર્યો છે? આપણામાંના ઘણાએ અમુક સમયે સૂકી આંખોની તક્લીફ નો સામનો કર્યો છે. તે એક સામાન્ય સ્થિતિ છે જે, સામાન્ય રીતે ગંભીર ન હોવા છતાં ક્યારેક ગંભીર બની શકે.

સૂકી આંખ, જેને ડ્રાય આઈ સીનડ્રોમ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે આંખની સામાન્ય સ્થિતિ છે જે ત્યારે થાય છે જ્યારે આંખો પૂરતા પ્રમાણમાં પાણી (આંસુ) ઉત્પન્ન કરતી નથી અથવા જ્યારે આંસુની ગુણવત્તા નબળી હોય છે. આંખોની તંદુરસ્તી અને આરામ જાળવવા માટે પાણી (આંસુ) આવશ્યક છે, કારણ કે તે આંખની સપાટીને લુબ્રિકેટ કરવામાં, ચેપ સામે રક્ષણ આપવા અને સ્પષ્ટ દ્રષ્ટિ સુનિશ્ચિત કરવામાં મદદ કરે છે. જ્યારે આંસુના ઉત્પાદનમાં અસંતુલન હોય છે, ત્યારે તે સૂકી આંખના લક્ષણો તરફ દોરી શકે છે

Advertisement

આંખોની શુષ્કતાના કારણો

  • પવન અથવા સૂકી હવાના લાંબા સમય સુધી સંપર્કમાં રહેવું.
  • નિષ્ક્રિય અશ્રુ ગ્રંથીઓ.
  • વધતી જતી ઉંમર સાથે આંખોમાં કંઈક આવી ગયું હોય એવું લાગે છે.
  • લાંબા સમય સુધી કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરવો.
  • મોબાઈલ, કોમ્પ્યુટર સ્ક્રીન સામે વધુ સમય પસાર કરવો.
  • વિટામિન અ અને વિટામિન ઉની ઉણપ.
  • -હોર્મોન્સ માં ફેરફાર થાય
  • આંખોમાં શુષ્કતાના લક્ષણો
  • તમારી આંખો અસહ્ય દુખે
  • આંખો લાલ થઇ જાય અને બળતરા છે.
  • આંખોની ઝાંખી દ્રષ્ટિ.
  • તમારી આંખો અથવા તેની આસપાસ લાલ થઇ જાય
  • તેજસ્વી પ્રકાશ સહન કરવામાં અસમર્થતા લાગે
  • આંખોમાં થાક લાગે છે.
  • તમારી બંને આંખોમાં ખંજવાળ આવે.
  • આંખોની શુષ્કતા દૂર કરવાના ઘરેલુ ઉપચાર
  • દરરોજ સવારે બંને નસકોરામાં તલના તેલના 3-4 ટીપાં નાખવાથી ગરદનની ઉપરની તમામ નળીઓના માઇક્રો બ્લોકેજને દૂર કરવામાં ચોક્કસપણે મદદ મળશે.
  • સૂકી આંખોને કુદરતી રીતે મટાડવા માટે આયુર્વેદમાં તેને નસ્ય પદ્ધતિ છે.જે ખુબ જ લાભકારક ગણવામાં આવે છે.
  • હૂંફાળા પાણી, હૂંફાળા તેલ અથવા ઘીથી પોપચાને માલિશ કરવાથી ગુણાત્મક આંસુનું ઉત્પાદન વધારવામાં મદદ મળશે. આંખની મસાજથી મેઇબોમિયન ગ્રંથીઓના અવરોધને દૂર કરવામાં મદદ કરે છે.
  • સૂકી આંખોની સમસ્યા હોય તો રાત્રે સૂતા પહેલા ગાયના ઘીના 2 ટીપાં ગાળીને આંખોમાં આંજવા થી શુષ્કતા દૂર થઈ શકે છે.
  • જો તમે લાંબા સમય સુધી કોમ્પ્યુટર કે મોબાઈલ સ્ક્રીન પર કામ કરતા હોય તો દર અડધા કલાકે 5 મિનિટનો બ્રેક લેવાનો પ્રયત્ન કરો એને આંખ પર ઠંડા પાણીની છાલક મારવી જેથી આંખના સ્નાયુઓ થાકી ન જાય.
  • આયુર્વેદ ગાજર, પાલક અને બદામ જેવા ખોરાક પર ભાર મૂકે છે, જે આંખના સ્વાસ્થ્ય માટે ખુબ સારો છે.
    આંખ સુષ્ક થવાની સમસ્યા ગંભીરરૂૂપ લે એ પહેલાં ડોક્ટર નો સંપર્ક કરવો.
Advertisement
Tags :
Advertisement
Advertisement