રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અમદાવાદના પ્રખ્યાત રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઇયળ નીકળતા ચકચાર

03:43 PM Jul 30, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

રાજ્યમાં ખાણી-પીણીની વસ્તુમાં જીવાત નીકળવાનો સિલસિલો હાલ પણ યથાવત છે. અમદાવાદની વધુ એક હોટેલનાં ભોજનમાંથી જીવાત નીકળી હોવાની ઘટના સામે આવી છે. મણિનગરની પુરોહિત રેસ્ટોરન્ટનાં ભોજનમાંથી ઇયળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે એએમસી માં ઓનલાઈન ફરિયાદ કરી હતી.

ફરિયાદી દ્વારા પુરોહિત રેસ્ટોરન્ટનાં રસોડાની તપાસ કરીને આગળની કાર્યવાહી કરવાની માંગણી કરાઈ છે.
ફરિયાદ અનુસાર, અમદાવાદનાં મણિનગર વિસ્તારમાં કાંકરિયા પાસે આવેલ પુરોહિત રેસ્ટોરન્ટમાંથી ખોખરાનાં નગરસેવક ચેતન પરમારનાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા કર્મચારીઓ ભાવેશ પટેલે ઓનલાઈન ભોજન મંગાવ્યું હતું.

જો કે, પુરોહિત રેસ્ટોરન્ટમાંથી મંગાવેલ પાર્સલનાં ભોજનમાંથી ઇડળ નીકળી હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે તરત જ અખઈ માં ઓનલાઈન ફરિયાદ કરી હતી. ફરિયાદી મુજબ, આ અંગે જ્યારે પુરોહિત હોટેલનાં સંચાલકને જાણ કરવામાં આવી તો તેણે ચોમાસાનું વાતાવરણ હોવાનો અધ્ધરતાલ જવાબ આપ્યો હતો. સંચાલકે કહ્યું કે, લીલા શાકભાજીમાંથી ઈયળ આવી ગઈ હશે.

ફરિયાદીનાં જણાવ્યા મુજબ, પુરોહિત રેસ્ટોરન્ટના સંચાલકે બીજું ટિફિન મોકલી આપવાની વાત કરી હાથ ઊંચા કરી દીધા હતા. જો કે આ મામલે ઓર્ડર કરનાર ભાવેશ પટેલે એએમસીમાં (એએમસી) ઓનલાઇન ફરિયાદ કરી હતી.

નોંધનીય છે કે, આ પહેલા પણ ખાણી-પીણીની વસ્તુઓમાંથી ઇડળ, વંદો, ગરોળી અને અન્ય જીવાત નીકળ્યા હોવાની ઘટનાઓ આવી ચૂકી છે. ત્યારે લોકોમાં સવાલ છે કે નાગરિકોનાં સ્વાસ્થ્ય સાથે ચેંડા કરતા આવા નરાધમો સામે ક્યારે કડક પગલાં લેવાશે ?

Tags :
AhmedabadAhmedabad famous restaurantAhmedabad newsgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement