For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીમાં અપાશે સીંગતેલ

03:44 PM Aug 01, 2024 IST | admin
રેશનકાર્ડ ધારકોને જન્માષ્ટમી અને દિવાળીમાં અપાશે સીંગતેલ

કાર્ડ દીઠ 1-1 લીટર તેલ આપવાનું આયોજન

Advertisement

રાજ્યના રેશન કાર્ડ ધારકોને કારમી મોંઘવારીમાં રાહત મળે તેમ જન્માષ્ટમી અને દિવાળીના તહેવારોમાં ડબલ ફિલ્ટર્ડ સીંગતેલનું વેચાણ કરવાનો પુરવઠા વિભાગે નિર્ણય લીધો છે. ઓગસ્ટ મહિનામાં આવતા તહેવારો માટે અને તે પછી દિવાળીના તહેવારોમાં 1-1 લિટર સીંગતેલ આપવામાં આવશે. આ માટે રાજ્ય સરકાર 159.59 કરોડ રૂૂપિયાનો ખર્ચ કરશે.

પુરવઠા વિભાગ દ્વારા રાજ્યના અંત્યોદય, બીપીએલ, એનએફએસએ એપીએલ-1 અને એનએફએસએ (નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ હેઠળના) એપીએલ-2 કેટેગરીના રેશન કાર્ડ ધારકોને કાર્ડ દીઠ તહેવારો સમયે બે વખત સીંગતેલ એક લિટર દીઠ 100 રૂૂપિયાના ભાવે આપવામાં આવશે. ઓગસ્ટ-2024 અને ઓકટોબર-2024 એમ બે માસ દરમિયાન ડબલ ફિલ્ટર્ડ તેલનું વિતરણ રેશનિંગ કાર્ડ ધારકોને કરવામાં આવશે.

Advertisement

તેનું સમયસર વિતરણ કરવાની જવાબદારી પુરવઠા નિયામક અને નિગમના એમડીની રહેશે. જો કે તુવેર દાળનું વિતરણ કેટલાક મહિનાથી રેશન કાર્ડ ધારકોને થયું નથી. આગામી મહિનામાં તેનું વિતરણ કરવા નિગમે તૈયારી કરી છે પરંતુ દુકાનદારોને જેટલા કાર્ડ હોય તેના કરતા અડધો જથ્થો જ ફાળવવામાં આવશે તેવી વાત બહાર આવતા તમામ કાર્ડ ધારકોને તુવેર દાળ મળવા ઉપર આશંકા ઊભી થઇ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement