For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બહુમાળી ભવનમાં જાતિના દાખલા નહીં નીકળતા દેકારો: કલેક્ટર કચેરીમાં માચડો ખસેડાયો

04:03 PM Mar 14, 2024 IST | Bhumika
બહુમાળી ભવનમાં જાતિના દાખલા નહીં નીકળતા દેકારો  કલેક્ટર કચેરીમાં માચડો ખસેડાયો
  • કેબલ ફોલ્ટના કારણે સર્વર ઠપ્પ થઈ જતાં 300થી વધુ લોકોને જનસેવા કેન્દ્રમાંથી દાખલા કાઢી આપ્યા

ગુજરાત સરકાર દ્વારા લોકોની સગવડતા માટે બહુમાળી ભવન અને જનસેવા કેન્દ્ર સહિતના સ્થળેથી જાતિના દાખલા, આધારકાર્ડ, રાસનકાર્ડ કાઢી આપવામાં આવે છે ત્યારે ઘણાં લાંબા સમયથી સર્વરના કનેક્ટીવીટીના કારણે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે જેમાં આજે બહુમાળી ભવન ખાતે જાતિના દાખલા કઢાવવા આવેલા લોકોને કેબલ ફોલ્ટના કારણે જાતિના દાખલા નહીં નિકળતા ભારે હોબાળો મચી ગયો હતો બાદમાં આખો માચડો કલેક્ટર કચેરીમાં ખસેડવો પડ્યો હતો. બોર્ડનીપરીક્ષા ચાલી રહી છે ત્યારે વિદ્યાર્થીઓને એડિમિશન લેવા માટે જાતિના દાખલાની જરૂરિયાત હોય આજે 300થી વધુ લોકો જાતિના દાખલા કઢાવવા માટે બહુમાળી કચેરી ખાતે દોડી ગયા હતા પરંતુ બહુમાળી ભવનના સર્વરમાં કેબલ ફોલ્ટ સર્જાવવાના કારણે જાતિના દાખલા નહીં નિકળતા ભારે દેકારો બોલી ગયો હતો. જાતિના દાખલા કઢાવવા આવેલા લોકોએ હંગામો મચાવતા બહુમાળી ભવનમાં આવેલ સમાજકલ્યાણ વિભાગના અધિકારી દ્વારા લોકોને ધરમનો ધક્કો ન થાય તે માટે પોતાના સ્ટાફને કલેક્ટર કચેરી ખાતે આવેલ જનસેવા કેન્દ્ર ખાતે મોકલી કલેક્ટર કચેરીના સર્વરમાંથી કનેક્ટીવીટી મેળવી લોકોને જનસેવા કેન્દ્રમાંથી જ જાતિના દાખલા કાઢી આપવાનું શરૂ કરી દીધું હતું જેના કારણે આજે જનસેવા કેન્દ્રમાં પણ આજે લાંબી કતારો લાગી હતી.

Advertisement

બોર્ડની વિદ્યાર્થિનીએ જનસેવા કેન્દ્રમાં પરીક્ષાની કરી તૈયારી
બહુમાળી કચેરીમાં આજે સર્વર ઠપ્પ થઈ જવાના કારણે જાતિના દાખલા કઢાવવા આવેલા લોકોને ભારે અગવડતા પડી હતી જેમાં બોર્ડની પરીક્ષા આપતી એક વિદ્યાર્થીની પણ વડીલો સાથે જાતિનો દાખલો કઢાવવા માટે આવી હતી પરંતુ બહુમાળી કચેરીમાંથી જાતિનો દાખલો નહીં નિકળતા તમામ લોકોને કલેક્ટર કચેરી ખાતે લઈ જવામાં આવ્યા હતાં જ્યાં પણ લાંબી લાઈનલાગી હતી. આ વખતે બોર્ડની પરીક્ષા આપતી વિદ્યાર્થીનીએ જનસેવા કેન્દ્રમાં પરીક્ષાની તૈયારી શરૂ કરી પોતાની સાથે લાવેલ પુસ્તકોનો અભ્યાસ શરૂ કરી દીધો હતો.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement