રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વાતો પુરુષોની બરાબરીની કરો છો તો જ્યાં પ્રવેશ મળે ત્યાં અભ્યાસ પણ કરો

04:04 PM Mar 14, 2024 IST | Bhumika
Advertisement

વર્ષ શરૂૂ થયાના ચાર મહિનામાં જ કોલેજ બંધ થતા નજીકની કોલેજમાં એડમિશનની માંગ કરતી ત્રણ યુવતીઓની અરજી પર હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરાઇ હતી. બનાવની વિગત અનુસાર યુવતીઓએ એડમિશન લીધાના 4 મહિનામાં જ કોલેજ બંધ થઇ ગઇ હતી. કોલેજ બંધ થતા મહુવાની જ અન્ય કોલેજમાં પ્રવેશ આપવાની યુવતીઓએ માંગ કરી હતી.
આ કેસમાં યુનિવર્સિટીએ ત્રણેય યુવતીઓના અભ્યાસના વિષય મુજબ વ્યવસ્થા કરી આપી હતી.. જેમાં ત્રણેયને 90 કિલોમીટર દુર આવેલી કોલેજમાં પ્રવેશ અપાયો હતો.. જેને લઇને ત્રણેય યુવતીઓએ વાંધો ઉઠાવ્યો હતો..અને નજીકની કોલેજમાં પ્રવેશ આપવા માંગ કરી હતી.. જે કેસમાં કોર્ટે કહ્યું કે આજના સમયમાં સ્ત્રીઓ પુરુષોની બરાબરી કરે છે.. માટે યુવતીઓને જ્યાં પ્રવેશ આપવામાં આવ્યો છે તે સ્થળેજ પીજીમાં રહીને અભ્યાસ કરવો જોઇએ.

Advertisement

અરજી કરનાર ત્રણેય યુવતીઓ મહુવા તાલુકાની છે.. અને સોશિયલ સાયન્સ અને સાઇકોલોજી વિષય સાથે બીએનો અભ્યાસ કરી રહી છે. કોલેજ બંધ થતા તેમણે નજીકની કોલેજમાં તેમને પ્રવેશ મળે તેવી માંગ કરી હતી.હાઈકોર્ટે કહ્યું હતું કે કોર્ટ મહુવામાં કોર્સ કે ફેકલ્ટી ઉભી કરી શકે નહીં. જ્યાં સુધી કોલેજ કોર્સ માગે નહીં ત્યાં સુધી યુનિવર્સિટી કોલેજને કેવી રીતે કોર્સ આપી શકવાની હતી. ? . યુવતીઓએ ઘરની બહાર નીકળીને પીજીમાં રહીને અભ્યાસ કરવો જોઈએ. તમે સ્ત્રી-પુરુષ સમાનતાની વાત કરો છો અને ઘરની બહાર આવવા નથી માગતાં! યુવતીઓ બહાર નીકળશે ત્યારે જ ખબર પડશે કે ખરેખર સમાજ શું છે! કોર્ટે વધુમાં કહ્યું કે યુવતીઓને બહાર જઈને અભ્યાસ કરવો અસુરક્ષિત લાગે છે. યુનિવર્સિટીએ જ્યાં તેમની વ્યવસ્થા કરી છે ત્યાં પણ તેઓ જવા માગતી નથી, આથી કોર્ટને આ અરજીમાં કોઈ તથ્ય જણાતું નથી.

Tags :
gujaratgujarat high courtgujarat news
Advertisement
Next Article
Advertisement