For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી રોકડ, કુલર અને સામાનની ચોરી

12:25 PM Jul 03, 2025 IST | Bhumika
ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન ફાકીની દુકાનમાંથી રોકડ  કુલર અને સામાનની ચોરી

પોલીસે સીસીટીવી ફુટેઝના આધારે તપાસ શરૂ કરી

Advertisement

ગોંડલમાં ભોજપરા ચોકડી પાસે પાન-ફાકીની દુકાનમાંથી કુલર, સિગરેટ અને રોકડ મળી કુલ રૂૂ.8500 ની મતાની ચોરી કરી તસ્કર નાસી છૂટતાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.બનાવ અંગે ગોંડલમાં ઉંબાળા રોડ પાસે, ગોકુળીયાપરા પાસે રહેતાં પુંજાભાઈ સગરામભાઈ સરસીયા (ઉ.વ.45) એ નોંધાવેલ ફરીયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભોજપરા ચોકડી પાસે હાઇ-વે ઉપર રામદેવ પાન નામની દુકાન ચલાવે છે. ગઇ તા.25 ના તેઓ પોતાની દુકાન સાંજના આશરે નવેક વાગ્યા સુધી ખુલી રાખી વેપાર કરતાં હતાં.

બાદમાં દુકાનની અંદર આવેલ સાઇડનો દરવાજો અંદરથી બંધ કરી દુકાનનું શટ્ટરને તાળુ મારી ઘરે જતાં રહેલ હતાં. બાદ તા.26 ના સવારના સાતેક વાગ્યે તેઓ દુકાન પર ગયેલ તો દુકાનમાં આવેલ સાઇડનો દરવાજો તુટી ગયેલ હતો અને દરવાજો ખુલ્લો હતો. જેથી તે દરવાજાથી અંદર ગયેલ તો દુકાનનો સામાન વેર વિખેર હતો અને દુકાનમાં રાખેલ કુલર રૂૂા.5500 તથા ટેબલના ખાનામાં રાખેલ રોકડ રકમ રૂૂ.2 હજાર, પાન-માવાનો સામાન, સિગરેટનો સામાન મળી કુલ રૂૂ.8500 નો મુદ્દામાલ કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી નાસી છૂટ્યો હોય તેવું સામે આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement