ઝનાના હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટરોના બિલો દબાવવા બોગસ સહી કૌભાંડ આચરનાર તબીબી અધિક્ષક સામે ગુનો નોંધો
માહિતી માગનાર અરજદારની પોલીસ કમિશનરને કરાઇ અરજી : કોન્ટ્રાક્ટરોના બિલોનું કૌભાંડ બહાર ન આવે તે માટે તબીબી અધિક્ષકે અરજદારની સહી કરી માહિતીનું ફિંડલું વાળવા કર્યો પ્રયાસ?
સિવિલ હોસ્પીટલનાં અમુક મુદાઓની માહિતી આપી ઝનાના હોસ્પીટલમાં ચાલતા ચલાવાતા કોન્ટ્રાકટરોનાં બિલોની માહિતી દબાવવા તબીબી અધિક્ષક દ્વારા કૌભાંડ આચરાયું હોવાનો માહિતી માંગનાર ગોપાલભાઇ મોરવાડીએ આક્ષેપ કર્યો છે.
આ બાબતે અરજદારે પોલીસ કમિશનરને કરેલી રજુઆતમાં ગોપાલ મોરવાડીયાએ જણાવ્યું છે કે આરટીઆઇ એકટ અન્વયે તેમણે સિવિલ હોસ્પીટલનાન તબીબી અધિક્ષક પાસે અમુક મુદ્દાઓની માહિતી માંગી હતી.
જેમાં મળેલી માહિતી બાબતે અસંતોષ થતાં અરજદારે ઉચ્ચ અધિકારી સમક્ષ અપીલ કરી હતી.
અરજદાર ગોપાલ મોરવાડીયાનો આક્ષેપ છે કે, સિવિલ હોસ્પીટલનાં અધિક્ષકે ઝનાના હોસ્પીટલમાં ચાલતા કોન્ટ્રાકટોનાં બીલની માહિતી દબાવવા, અરજદારની બોગસ સહી કરી માહિતી આપવી ન પડે તે માટે કૌભાંડ આચરતા આ બારાની પોલીસ કમિશનરને લેખીત ફરીયાદ કરવામાં આવી હતી.
પોલીસે તેઓનું (અરજદારનું) નિવેદન પણ લીધું છે.
પણ હવે જો કૌભાંડમાં તથ્ય જણાય તો સિવિલના તબીબી અધિક્ષક સામે ગુનો નોંધવા અરજદાર ગોપાલ ગોરધનભાઇ મોરવાડીયાએ માંગ કરી છે.