ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં તબીબ મહિલાને આપઘાત કરવા મજબૂર કરનાર પતિ સામે નોંધાતો ગુનો

12:41 PM Oct 11, 2024 IST | Bhumika
Advertisement

મોરબીના મહેન્દ્રનગર પાસે આવેલ સોમનાથ સોસાયટીમાં રહેતા ડોક્ટર મહિલાએ તેના જ ઘરમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરેલ હતો. જે બનાવમાં મૃતક મહિલાના ભાઈએ તેના બનેવી સામે ફરિયાદ કરેલ છે. જેમાં જણાવ્યુ છે કે, તેના બહેન ડોક્ટર હતા અને તેના લગ્ન પણ ડોક્ટર સાથે જ કરાવ્યા હતા. જો કે, તેના જમાઈ ઘર ચલાવવા પૈસા આપતા ન હતા અને ફરિયાદીને બહેનને દુ:ખ ત્રાસ આપતા હતા, જેથી તેને આપઘાત કર્યો હતો. જે બનાવમાં પોલીસે હાલમાં ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂૂ કરેલ છે. મૂળ હળવદના સુરવદર ગામના રહેવાસી અને હાલમાં હળવદના સરા રોડ ઉપર આવેલ વસંતપાર્કમાં રહેતા સચિનભાઈ રમેશભાઈ દેસાઈ (26)એ તેના બનેવી ડો.તેજસ નાગરભાઈ ભુવા રહે. સોમનાથ સોસાયટી મહેન્દ્રનગર મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે.

Advertisement

જેમાં જણાવ્યું છે કે, ગત તા. 9/8/2024 ના રોજ ફરિયાદીના બહેન મિતાલીબેને તેના જ ઘરે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. કેમ કે, તેની બહેનને તેના બનેવી જે ડોક્ટર છે તેના દ્વારા ઘર ચલાવવા માટે પૈસા આપવામાં આવતા ન હતા અને ઘરેણાં પણ પહેરવા ન આપીને દુ:ખ ત્રાસ આપતા હતા. જેથી કરીને ફરિયાદીની બહેને આપઘાત કરી લીધો હતો. હાલમાં પોલીસે મૃતક મહિલાના ભાઈની ફરિયાદ લઇને તેના બનેવીની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ શરૂૂ કરી છે.

Tags :
gujaratgujarat newsmorbi news
Advertisement
Next Article
Advertisement