બદલીપાત્ર IPSનો મામલો કેન્દ્રીય ચૂંટણીપંચની કોર્ટમાં
- ગુજરાતના ચૂંટણી ઇતિહાસમાં પ્રથમ વખત બંધારણીય કટોકટી જેવી સ્થિતિ
સામાન્ય રીતે, લોકસભા કે વિધાનસભાની ચૂંટણીઓ જાહેર થાય તે અગાઉ જ ભારતના ચૂંટણી પંચ દ્વારા જે તે રાજ્યોને એક જ જગ્યાએ 3 વર્ષ કે તેનાથી વધુ સમયથી ફરજ બજાવતા આઈએએસ અધિકારીઓ કે આઈપીએસ અધિકારીની બદલી કરીને પંચને તેની જાણ કરવા કહી દેવાય છે. એવી જ પોતાના વતનના જિલ્લામાં ફરજ બજાવતાં અધિકારીઓને પણ બદલી નાંખવામાં આવે છે.
જેના પગલે ગુજરાત સરકારે વહીવટી પાંખમાં તો અનેક આઈએએસ ઓફિસરો સહિતના સંખ્યાબંધ ઓફિસરોની બદલી કરી દીધી છે પરંતુ આઈપીએસ અધિકારીઓના કિસ્સામાં તો, ગુજરાતના ચૂંટણી ઈતિહાસમાં ક્યારેય ન બન્યું હોય એવું અત્યારે બની રહ્યું છે.
એક માહિતી મુજબ રાજ્યના પોલીસ બેડામાં 12થી વધુ મહત્વની જગ્યાઓ ખાલી છે. જેમાં સુરત રેન્જ, સુરત પોલીસ કમિશ્નરની જગ્યા ભરાયેલી નથી. દરમ્યાનમાં હવે, લોકસભાની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ ત્યારે હવે આ જગ્યાઓ ભરવા કે નવી બદલીઓ કરવાની સત્તા ચૂંટણી પંચ હસ્તક જતી રહી છે.
આ અંગે ગુજરાતના મુખ્ય ચૂંટણી નિર્વાચન અધિકારી પી.ભારતીને પૂછતાં તેમણે કહ્યું કે, આ જગ્યાઓ અંગે જેમ બને તેમ જલ્દી નિર્ણય લેવાશે. જ્યારે સંયુક્ત ચૂંટણી અધિકારી કુલદીપ આર્યને પૂછતાં તેમણે કહ્યું હતું કે, આઈપીએસ ઓફિસરોની જગ્યાઓ ભરવાની સત્તા કેન્દ્દિય ચૂંટણી પંચની છે અને ગુજરાત તરફથી નિર્વાચન અધિકારીએ તમામ વિગતો કેન્દ્દિય ચૂંટણી પંચને મોકલી આપે છે એટલે, આ અંગે પંચના ગુજરાત એકમ પાસે કોઈ જ સત્તા નથી.
એમ કહેવાય છે કે, સંખ્યાબંધ ઈંઙજ અધિકારીઓ બઢતીપાત્ર છે. જો, તેમને બઢતી આપી દેવાય તો, સંખ્યાબંધ જગ્યાઓ પર બઢતી સાથે બદલી શક્ય બને.જોકે, હાલને તબક્કે આઈપીએસ ઓફિસરોના પોસ્ટીંગમાં જે વિલંબ થી રહ્યો છે તેના માટે ત્રણેક વિવાદિત આઈપીએસ ઓફિસરોને જવાબદાર માનવામાં આવી રહ્યાં છે.કેટલાક અધિકારીઓએ સારી જગ્યાએ જવા માટે સરકાર અને નેતાઓ પર ભારે દબાણ કર્યું હોવાની પણ ચર્ચા સામે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાતો નથી.