For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સેરેનિટિ ગાર્ડનના કૌભાંડી બિલ્ડરોનો મામલો અંતે પોલીસમાં

06:16 PM Mar 16, 2024 IST | Bhumika
સેરેનિટિ ગાર્ડનના કૌભાંડી બિલ્ડરોનો મામલો અંતે પોલીસમાં
  • 230 ફલેટ હોલ્ડરોનો 1400 વારનો કોમન પ્લોટ બારોબાર ટી.પી.ને ધરી દેવા બદલ ફરિયાદ નોંધાવવાનો ફલેટ હોલ્ડર્સ એસો.ની કારોબારીમાં ઠરાવ
  • ગ્રાહકો સાથે છેતરપિંડી કરનાર બિલ્ડરોને બિલ્ડર એસોસિએશનમાંથી પણ હાંકી કાઢવા લેખિત રજૂઆત

રાજકોટના રાજમાર્ગ કાલાવડ રોડ ઉપર આવેલ 230 લકઝરી ફલેટની સેરેનીટી ગાર્ડન ટાઉનશીપનાં કલબ હાઉસ સહીતની કોમન સુવિધાઓ માટેનો 1400 વારનો કોમન પ્લોટ બારોબાર ટી.પી.ને પધરાવી દેવાના કૌભાંડમાં અંતે ફલેટ હોલ્ડરો દ્વારા બિલ્ડરો સામે પોલીસ ફરીયાદ કરવાનો નિર્ણય લેવામાં આવતા આગામી દિવસોમાં કૌભાંડી બિલ્ડરો સામે કાયદાકીય ગાળીયો કસાય તેવી પુરી શકયતા છે અને ફલેટ હોલ્ડરો સામે લેન્ડગ્રેબીંગની ફરીયાદ કરનાર બિલ્ડો જ આરોપીના કઠેડામાં આવે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે.

Advertisement

છેતરાયેલા ફલેટ હોલ્ડરો દ્વારા કૌભાંડીયા બિલ્ડરો સામે બિલ્ડર એસોસીએશન સમક્ષ પણ ફરીયાદ કરી ચીટીંગ કરનાર બિલ્ડરોને એસોસીએશનમાંથી હાંકી કાઢવા માંગણી કરવામાં આવી છે.
સેેરેનીટી ગાર્ડન ઓનર્સ એસોસીએશને કારોબારીની બેઠક બોલાવી તમામ ફલેટ હોલ્ડર્સની સહમતીથી સેરેનીટી ગાર્ડન સોસાયટી ઉભી કરનાર શુભજીવન ડેવલોપર્સ નામની પેઢીના તમામ ભાગીદારો, બિલ્ડરો તેમજ આર્કિટેક સામે પોલીસ ફરીયાદ નોંધાવવા નિર્ણય લીધો છે. આ ઉપરાંત ફલેટ હોલ્ડરો સામે લેન્ડ ગ્રેબીંગની ખોટી ફરીયાદ કરનાર બિલ્ડરો સામે કાયદાકીય લડત આપવાનો પણ ઠરાવ કરેલ છે.

આ પ્રકરણમાં તટસ્થ તપાસ થાય તો કોમન પ્લોટ ટી.પી. કપાતમાં આપી દેવા છતા કમ્પ્લીશન સર્ટી. આપી દેનાર અધિકારીઓ સુધી રેલો પહોંચવાની પુરી શકયતા છે.સેરેનીટી ગાર્ડન ઓનર્સ એશો.એ ઠરાવ કરીને જણાવેલ છે કે રાજકોટના બિલ્ડરો તેમજ આર્કીટેક જીત સાપરીયા, યોગેશ ગરાળા, પ્રિયક પાંચાણી, આર્કીટેક જવાહરભાઈ મોરી, ભૈરવીબેન જનીસભાઈ અજમેર, તુલેશ સરોડીયા, ભુપેશ ગોવાણી, ગીરીશ ગોવાણી, શીલ્પાબેન સાપરિયા, કેલ્વીન માકડીયા, વિઠ્ઠલદાસ ભાલોડીયા, દીલીપકુમાર ગોવાણી વિગેરેએ શુભ જીવન ડેવલપર્સના નામથી ભાગીદારી પેઢીની બનાવીને કાલાવડ રોડ ઉપર કોસ્મોપ્લેક્ષ ટોકીઝ પાછળ આવેલ મુંજકા રેવન્યુ સર્વે નં.-21 પૈકીની જમીન જે મુળ જીવનલાલ ગોવાણી વિગેરેની આવેલ હતી. તેમની સાથે જોઈન્ટ વેન્ચરમાં સેરેનીટી ગાર્ડનના નામથી રેસીડેન્સીયલ પ્રોજેકટ બનાવેલ જેમાં કુલ 230 ફલેટ બનાવેલ.

Advertisement

આ પ્રોજેકટ જયારે લોન્ચ કરેલ ત્યારે તેઓએ આ પ્રોજેકટની સાથે લે-આઉટ પ્લાનમાં દર્શાવેલ આશરે 1400 વાર કોમન પ્લોટ નં.-સી માં આ પ્રોજેકટના રહીશો માટે ફુલ એમેનીટીઝ માટેનુ કલ્બ હાઉસ બનાવવાનુ અને તેમજ અન્ય આ પ્રોજેકટ વખતે નકકી થયેલ આઉટ ડોર ગાર્ડન/ટેનીસ કોર્ટ/બેડમીન્ટન કોર્ટ/વોલીબોલ તેમજ સીનીયર સીટીઝન સીટીંગ એરીયા તેમજ ઈન ડોર ગેમ/જીમ, થીયેટર યોગ હોલ સહીત તમામ સુવિધાઆ પ્રોજેકટમાં આપવાની હોય તેવુ બિલ્ડરો દ્વારા તૈયાર કરવામાં આવેલ બ્રોસરમાં દર્શાવેલ છે.

આ પ્રોજેકટ લોન્ચ કરેલ ત્યારે સમગ્ર શહેરમાં ફુલ એમેનીટી સાથે તમેન ગમશે અને લકઝરીથી છલોછલ એવા બેનરો,જાહેર બોર્ડ મારી આ પ્રોજેકટનો પચાર પસાર કરેલ હતો તેમજ ફલેટ ખરીદનાર જયારે આ ફલેટનુ બુકીગ કરાવતા ત્યારે આ બ્રોસરમાં દર્શાવેલ તમામ એમેનીટીઝ મળશે તેવુ વચન અને ખાત્રી આપતા પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ બિલ્ડરોની માનસીકતા પણ બદલવા લાગેલ અને પ્રોજેકટમાં ફલેટ બુકીગ કરાવનારને જે એમેનીટીઝ આપવાની વચન અને ખાત્રી આપેલ હતી તે મુજબ તો આ પ્રોજેકટમાં કોઈ એમેનીટીઝ બનાવી આપેલ જ નહી વધુમાં જે 1400 વારમાં કલ્બ હાઉસ તૈયાર કરી ફુલ ઈન ડોર તેમજ આઉટ ડોર એમેનીટીઝ આપવાની હતી તે પ્લોટ તો બિલ્ડરો ઘ્વારા આ પ્રોજેકટ તેમના મોટા હીસ્સાના ભાગીદાર અને જમીન માલીકીને ટી.પી. કપાત તેમના અન્ય મોટા રોડના પ્લોટમાં ન આપવી પડે તેથી આ સોસાયટી માટે જે કોમન પ્લોટ એમેનીટીઝ માટે દસ્તાવેજમાં ખરીદી વખતે વપરાશ અને કલ્બ હાઉસની સુવિધા માટે ખરીદ કરેલ હતો તે ટી.પી.કપાતમાં આપીને સોસાયટી સાથે તેમજ આ પ્રોજેકટમાં ફલેટ ખરીદનાર લોકો સાથે મોટી છેતરપીડી તેમજ વિશ્વાસ ધાત કરેલ છે.

બાદમાં આ સોસાયટીના કોમન પ્લોટમાં કલ્બ હાઉસની સુવિધા તેમજ એમેનીટીઝ નથી મળવાની તે બાબત આ પ્રોજેકટમાં ફલેટ ખરીદનાર આસામીઓને ધ્યાનમાં આવેલ ત્યારે બિલ્ડરોને આ બાબતે વારવાર રજુઆત કરવામાં આવેલ અને જો ન આપે તો કાયદાકીય કાર્યવાહી કરવાનુ પણ કહેવામાં આવેલ તેથી તે સમય વિવાદ ટાળવા અને સોસાયટીના બનેલ એશોસીએશન શાંત કરવા માટે બિલ્ડરો ધ્વારા ટેમ્પરરી રીતે આ પ્રોજેકટને લાગુ 456 વાર જેટલી અન્ય જમીનના પ્લોટ ખરીદી કરી તેમના ઉપર કલ્બ હાઉસ જેવુ દેખાઈ તેવુ ચાર માળનુ બિલ્ડીંગ તૈયાર કરી માત્ર જીમ/હોલ/ થીયેટર જેવી ટેમ્પરરી સુવિધા ઉભી કરી બિલ્ડરો દ્વારા જે આઠ વિંગ આવેલ છે તેના દરેક વિંગ વાઈઝ અલગ એ. ઓ.પી. બનાવીને તેમા વપરાશના હકકો કાયમી સોસાયટીના રહીશોના રહેશે તેવુ ઉલ્લેખ કરી રજીસ્ટર કરાવી આપેલ બાદમાં આ મિલ્કતનો દસ્તાવેજ સોસાયટીના બનેલ ઓનર્સ એશોસીએશનને કરી આપશે તેવી ખાત્રી પણ આપેલ પરંતુ આ દસ્તાવેજ કરી આપવા માટે એશોસીએશન દ્વારા વારં-વાર કહેવા છતા પણ બિલ્ડરોએ દસ્તાવેજ ન કરી આપતા ના છુટકે સેરેનીટી ઓનર્સ એશોસીએશન ધ્વારા ઠરાવ કરી અને બિલ્ડરો વિરૂૂધ્ધ રીયલ એસ્ટેટ એન્ડ રેગ્યુલરાઇઝ એકટ અન્ય " રેરા” માં ફરીયાદ કરવી પડેલ અને આ ફરીયાદની જાણ બિલ્ડરોને થતા આ ફરીયાદ એશોસીએશન પરત ખેંચી લે તે માટે એશોસીએશન ધ્વારા નિમણુક કરવામાં આવેલ કીમીટીના સભ્યો ઉપર નવા-નવા દબાણ લાવવા પહેલા માનહાની નોટીસો તેમજ બાદમાં કોર્પોરેશનમાં ખોટી અરજીઓ કરી બહારના ભાગે બિલ્ડર દ્વારા બનાવેલ બાળકો માટેના પીક-અપ ડ્રોપ સ્ટેન્ડનુ ખોટી રીતે કોર્પોરેશનના હાથે ડીમોલેશન કરાવી અને બાદમાં જે સભ્યો રેરા કમીટીમાં કામ કરી રહયા છે તેઓ વિરૂૂધ્ધ લેન્ડ ગેબીંગ કાયદા અન્વયે ફરીયાદ અરજી કરવામાં આવેલ.

લેન્ડ ગે્રબીંગની ફરીયાદ થતા જ સમગ્ર એશોસીએશન અને સોસાયટીના સભ્યોને ખુબ આઘાત લાગેલ અને સત્ય હકકીત બહાર લાવવા અને ખોટી ફરીયાદના આધારે અધિકારીઓ ધ્વારા સોસાયટીના સભ્યો ઉપર ખોટો ગુનો દાખલ ન થાય તે હેતુ કલેકટર રાજકોટને સમગ્ર હકકીત સાથે એક રજૂઆત સહ સોસાયટીના 200 થી વધારે ફલેટ ધારકોએ રૂૂબરૂૂ થઈને આવેદન અને બિલ્ડર વિરૂૂધ્ધ પુરાવા આપેલ જે કલેકટર ધ્વારા આ રજુઆત ખુબ ધ્યાન પુર્વક સાંભળેલ અને પુરાવાઓ પણ ચેક કરેલ અને આ મુદા અન્વયે તમામ પ્રકારનો સહકાર આપવાની સંપુર્ણ ખાત્રી આપેલ હતી. હવે પછી આ સેરેનીટી ગાર્ડન ઓનર્સ એશોસીઅન ધ્વારા આગામી સમયમાં આ બિલ્ડરોના જે છેતરપીડી અને વિશ્વાસધાત કરેલ તેના બદલ બિલ્ડર્સ એશોસીએશનને લેખીતમાં રજુઆત આપેલ અને વિનંતી કરશે કે આવા લોકોને છેતરતા બિલ્ડરોને એશોસીએશનમાંથી દુર કરે તેમજ રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનમાં પણ આ બિલ્ડરો શહેરમાં અન્ય કોઈ જગ્યાએ પ્રોજેકટમાં ભાગીદાર હોય તે જગ્યાએ પણ બાંધકામ અંગેની સંપુર્ણ ખાત્રી કરી પછી જ પ્રોજેકટનું કમ્પલીશન આપે અને કોઈપણ જાતનુ ગેરકાયદેસર બાંધકામ ન ચાલવે તેવી રજુઆત કરશે તેમજ પોલીસ કમિશ્મનને પણ ફરીયાદ આપી છેતરપીડી કરનાર બિલ્ડરો વિરૂૂધ્ધ લીગલ કાર્યવાહી થાય તેવો સેરેનીટી ગાર્ડન ઓનર્સ એશોસીએન દ્વારા સર્વાનુમતે ઠરાવ કરવામાં આવેલ છે.

એક મહિલા ભાગીદારના પતિના કારણે અન્ય બિલ્ડરો ફસાયા

સેરેનીટી પ્રોજેકટના વિવાદમા એક મહીલા ભાગીદારના ચીટર પ્રકૃતિના પતિએ સમગ્ર કૌભાંડ આચર્યાનું અને તેના કારણે અન્ય ભાગીદારો ફસાઇ ગયાનું એક ભાગીદારે જણાવ્યું હતું. રાજકોટમાં કોન્ટ્રાકટરો, મટિરિયલ્સ સપ્લાયરો, દલાલો સહીત અનેક નાના માણસોના લાખો રૂપીયા પચાવી પાડી જૈન શ્રેષ્ઠી અને દાતા હોવાનો ડહોળ કરતા આ બિલ્ડરે અન્ય પ્રોજેકટોમાં પણ ગ્રાહકો સાથે ફ્રોડ કર્યાનું જણાવાય છે. હાલ આ બિલ્ડરના 150 ફુટ રીંગરોડ ઉપર શિતલ પાર્ક બસ સ્ટોપ સામે આવેલો પ્રોજેકટ પણ કાયદાકીય વિવાદમાં સપડાયો છે. આ પ્રોજેકટમાં પણ રોકાણકારો સાથે છેતરપીંડી આચરવામાં આવી રહી હોવાની ચર્ચા છે. આ બિલ્ડર સાથે ભુતકાળમાં ભાગીદારી કરનાર અન્ય બિલ્ડરો પણ તેને ભાંડી રહ્યા છે અને અન્ય લોકોને મકર રાશીના આ બિલ્ડર સાથે ભાગીદારી કરતા કે તેના પ્રોજેકટમાં ફલેટ- ઓફિસ લેતા પહેલા સો વાર વિચારવા અપીલ કરી રહ્યા છે. રાજકોટ સૌરાષ્ટ્રનું કેપીટલ મનાય છે અને રોકાણકારો બિલ્ડરો ઉપર ભરોસો મુકી મરણમુડી લગાડતા હોય છે ત્યારે ‘કેપીટલ’ને બદનામ કરી ગ્રાહકો સાથે આ બિલ્ડર દ્વારા છેતરપીંડી થઇ રહી હોવાની ફરીયાદો ઉઠી છે. શિતલ પાર્ક પાસેના પ્રોજેકટના ટાઇટલ પણ વિવાદમાં હોવા છતા રોકાણકારોથી આ હકિકત છુપાવવામાં આવી રહી હોવાનું કહેવાય છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement