રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કેરીના પાક પર માવઠાનો માર, દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ

05:13 PM Mar 29, 2024 IST | Bhumika
Advertisement

ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે. રાજયમાં લોકો મિશ્ર ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અચાનક કાળઝાળ ગરમી વચ્ચે હવામાન બદલાતા રાજયના કેટલાક વિસ્તારમાં માવઠું પડયું હતું. હાલ કેરીની સિઝનનો પ્રારંભ થયો છે અને માવઠુ પડતા કેરીના પાકને અસર થવાની ખેડુતોએ ચિંતા વ્યકત કરી હતી.

Advertisement

રાજ્યમાં કાળઝાળ ગરમી વચ્ચે કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, વલસાડમાં છૂટોછવાયો વરસાદ વરસ્યો હતો. સેલવાસના છેવાડાના વિસ્તારોમાં માવઠું થયું હતું. કિલવની, ઉમરકુઈ, સીલી સહિતના વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. ઝરમર વરસાદથી કેરી પકવતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી હતી. સંઘ પ્રદેશ દમણ, દાદરાનગર હવેલીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું

આ તરફ તાપી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ બાદ કમોસમી વરસાદ નોંધાયો હતો. સોનગઢ શહેર અને કેટલાક ગામોમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ઘૂટવેલ, મશાનપાડા, ટાપરવાડા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.

દાહોદના વાતાવરણમાં પલટો આવ્યો હતો. દાહોદ શહેર સહિત આસપાસના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. વાતાવરણને લઈને ધરતી પુત્રોમાં ચિંતા ફેલાઇ હતી. છોટાઉદેપુરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. સવારે આઠ વાગે છોટાઉદેપુરમાં વરસાદ વરસ્યો હતો.

Tags :
gujaratgujarat newsunseasonal rain
Advertisement
Next Article
Advertisement