For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાવરકુંડલામાં કાર પલટી ગયા બાદ સળગી, બે યુવાન ભડથું

02:34 PM Aug 29, 2024 IST | Bhumika
સાવરકુંડલામાં કાર પલટી ગયા બાદ સળગી  બે યુવાન ભડથું
Advertisement

સાવરકુંડલાના હાથસણી રોડ ઉપર ગુજરાત ગેસના ગોડાઉન પાસે અકસ્માત થવાની સાથે કાર ગટરમાં ખાબકી સળગી ઉઠતાં કારમાં સવાર બેના ઘટના સ્થળે જ ભુંજાઈ જવાથી મોત નિપજયા હતા. આ ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની વધુ વિગત મુજબ સ્વિફટ ડિઝાઈર કાર લઈને બે વ્યક્તિ ઉપરોકત રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે અચાનક આગળના વ્હીલમાં ખાડો આવવાથી બેલેન્સ ગુમાવ્યું હતું. આ કાર સીધી ગટરમાં ખાબકી હતી. અને તેની સાથે જ મોટા ધડાકા સાથે સળગી ઉઠી હતી. જે કારમાંથી બહાર નીકળવાનો પણ સમય રહેતાં વિરલભાઈ હેલૈયા (રહે. મોટા ઝીંઝુડા) અને અનિલભાઈ જીવાભાઈ કટારીયા (રહે. સાવરકુંડલા)નું મોત નિપજયું છે. આ બનાવ અંગે પોલીસે સ્થળ જઈ તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement