સુરતમાં IT અધિકારીના સ્વાંગમાં કરોડોની લૂંટમાં વપરાયેલી કાર-ખાલીબેગ મળ્યા
સુરતના કતારગામ વિસ્તારમાંથી મંગળવાર સાંજે આઈટી અધિકારીના સ્વાંગમાં આવેલા ઈસમે બંદૂકના નાળચે કરોડો રૂૂપિયાની લૂંટ ચલાવી હતી. કથિત રીતે 8 અને પોલીસ ફરિયાદ પ્રમાણે 1.4 કરોડની લૂંટ ચલાવવામાં આવી હતી. આ લૂંટમાં ઉપયોગમાં લેવામાં આવેલી કાર શહેરથી દૂર ગ્રામ્ય વિસ્તારમાં પાણીની નાની નહેર પાસેથી મળી આવી છે. જો કે, કારમાં રહેલી બેગમાં એક પણ રૂૂપિયો મળ્યો નથી.
લૂંટમાં વપરાયેલી ઈકો કાર (જીજે 05 બીટી 5619) કાર લઇ લૂંટારુ ભાગી ગયા હતા. તે ઇકો કાર સુરતના જિલ્લા વિસ્તારમાંથી મળી આવી છે. કારની અંદર રૂૂપિયા ભરેલી બેગો ખાલી મળી આવી છે. કાર પણ એવી જગ્યાએથી મળી આવી છે. જ્યાં કોઈ સીસીટીવી નથી. પ્રિ પ્લાનિંગ સાથે લૂંટનું આયોજન કર્યું હોવાનું અનુમાન વ્યક્ત કરાઈ રહ્યું છે. લૂંટારુ ભોગ બનનારને વેડ વરિયાવ બ્રિજ પાસે ઉતારી ફરાર થયા હતા.બપોરે 3.30 વાગ્યાના અરસામાં કતારગામ આશ્રમ રોડ ખાતે એક અજાણ્યાએ તેમની કાર અટકાવી હતી.તે વ્યક્તિ પોતાની ઓળખ ઈન્કમટેક્ષ અધિકારી તરીકે આપી કારમાં જ બેસી ગયો હતો અને ડ્રાઈવરને કાર ચલાવવા કહી બાદમાં બે-બે કર્મચારીઓને વારાફરતી રસ્તામાં ઉતારી દીધા હતા.ત્યાર બાદ તેણે ડ્રાઈવરના લમણે પિસ્તોલ મૂકી હતી અને રોકડ ભરેલી ઈકો કાર સાથે ડ્રાઈવરનું અપહરણ કરી લઈ ગયો હતો.રસ્તામાં ઉતારી દેવાયેલા કર્મચારીઓએ બનાવ અંગે પેઢી પર જાણ કરતા પેઢીના સંચાલકોએ લૂંટની જાણ સ્થાનિક પોલીસને બદલે ક્રાઈમ બ્રાન્ચને કરતા તે હરકતમાં આવી હતી.