For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વીરપુુર પાસે આગ લાગતા કાર બળીને ખાખ

12:09 PM Jun 07, 2025 IST | Bhumika
વીરપુુર પાસે આગ લાગતા કાર બળીને ખાખ

ચાલકનો આબાદ બચાવ

Advertisement

વિરપુર નજીક એક કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી અને અંદર બેઠેલો કાર ચાલક અગમચેતી વાપરી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો. રાજકોટ જેતપુર નેશનલ હાઈવે પર વીરપુર પાસે અમરદીપ હોટેલ પાસે એક હુંડાઈ સેન્ટ્રો કારમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી જો કે આગ શોર્ટ સર્કિટથી લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે.

પ્રાપ્ત વિગતો અનુસાર બોટાદના શંકરભાઈ બેલાણીયા પોતાની સીએનજી કાર નં. જીજે -18 એએ 7870 નંબરની હુંડાઈ સેન્ટ્રો કાર લઈન બોટાદ થી ધોરાજી કાર વેંચવા જ જતા હતા ત્યારે વીરપુર હાઇવે પર આવેલ હોટેલ અમરદીપ ખાતે જમવા જવા માટે જતાં હતાં ત્યારે હાઇવે પરથી હોટેલ અમરદીપના ગ્રાઉન્ડમાં પહોંચતા જ કારમાં અચાનક ઇન્જીનમાં ધુમાળો નીકળતા શંકરભાઈ બેલાણીયાએ કાર ત્યાંજ ઉભી રાખી સમય સુચકતાથી પોતે કારમાંથી ઉતરી ગયા હતા ત્યાંજ કારમાં એકાએક વધારે આગ ફાટી નીકળતા કાર સળગી ઉઠી હતી,અને ઘડીભરમાં જ કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી, આ ઘટનાની જાણ થતાં જ વીરપુર પોલીસના જવાનો તેમજ જેતપુર ફાયર ફાઈટર ઘટના સ્થળે આવી સળગતી કાર પર પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement