For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયા નજીકથી દેશી દારૂ ભરેલી કાર પકડાઇ: ચાલક નાસી છૂટયો

11:28 AM Aug 20, 2024 IST | admin
ખંભાળિયા નજીકથી દેશી દારૂ ભરેલી કાર પકડાઇ  ચાલક નાસી છૂટયો

200 લિટર દેશી દારૂ-કાર કબજે કરતી પોલીસ

Advertisement

ખંભાળિયા નજીકના પોરબંદર માર્ગ પર આવેલી ગંગા જમના હોટલ પાસે અહીંના પોલીસ સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એ.એસ.આઈ. હેમંતભાઈ નંદાણીયા તથા કાનાભાઈ લુણાને મળેલી ચોક્કસ બાતમીના આધારે અહીં રહેલી મારુતિ એસ ક્રોસ મોટરકાર નંબર જી.જે. 16 સી.બી. 9252 માં ચેકીંગ દરમિયાન પોલીસને દેશી દારૂૂના બાચકાઓ મળી આવ્યા હતા.

આ કાર્યવાહીમાં પોલીસે રૂૂપિયા 12,000 ની કિંમતનો 600 લિટર દારૂૂ તેમજ રૂૂપિયા બે લાખની કિંમતની મોટરકાર મળી કુલ રૂૂપિયા 2.12 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જો કે દરોડા દરમ્યાન આરોપી નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. આ સમગ્ર કાર્યવાહી અહીંના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement