રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

યાજ્ઞિક રોડ પર અકસ્માતમાં કારનો બૂકડો : ચાલક ઘવાયો

05:08 PM Mar 20, 2024 IST | Bhumika
Advertisement

રાજકોટ શહેરમાં પ્રતિદિન અકસ્માતની ઘટના વધતી જાય છે.ત્યારે ડો.યાજ્ઞિક રોડ પર મળી રાત્રે કારમાં ફરવા નીકળેલા યુવાનોની કારને અકસ્માત નડતા કારનો બુકડો થઈ ગયો હતો.બે કાર વચ્ચે અકસ્માત થતા જ ધડાકા જેવો અવાજ આવતા જ આજુબાજુના લોકો ત્યાં દોડી ગયા હતા.તેમજ બનાવની પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ ત્યાં પહોંચી રસ્તા પરનો ટ્રાફિક પૂર્વવત કરાવ્યો હતો.આ મામલે ઘવાયેલા સ્વીફ્ટ કારના ચાલકને સારવાર અર્થે સિવિલમાં ખસેડાયો છે.આ મામલે હવે ફરિયાદ નોંધવા તજવીજ શરૂૂ કરવામાં આવી છે.

Advertisement

વધુ વિગતો મુજબ,ગાંધીગ્રામમાં આવેલા લાખના બંગલા ની પાછળ સોસાયટીમાં રહેતા પ્રકાશભાઈ બાબુભાઈ વાળા(ઉ.23) તેમના મિત્રો પાર્થરાજસિંહ ચુડાસમા(ઉ.19) અને ભગીરથસિંહ ઝાલા(ઉ.29) સાથે સ્વીફ્ટ કાર લઈ ફરવા નીકળ્યા હતા.ત્યારે ડો.યાજ્ઞિક રોડ પર કાર લઈ નીકળ્યા હતા.ત્યારે પાછળથી આવેલી અન્ય કારે અકસ્માત સર્જતાં પ્રકાશભાઈની કાર 10 ફૂટ સુધી ઢસડાઈ હતી.તેમજ આ અકસ્માતના ધડાકાભેર કાર અથડાતા આજુ બાજુના લોકો તુરંત ત્યાં પહોંચી ગયા હતા.તેમજ એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

ઘવાયેલા પ્રકાશભાઈને બહાર કાઢી તેમને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા હતા.તેમના મિત્રો પાર્થરાજસિંહ અને ભગીરથસિંહને સામાન્ય ઇજા થઇ હતી.અકસ્માતને પગલે એરબેગ ખુલી જતા મોટી જાનહાની ટળી ગઈ હતી.પ્રકાશભાઈ બેન્ક ઓફ બરોડામાં વેન ચલાવે છે જ્યારે ભગીરથસિંહ બેન્કમાં ગનમેન છે.તેમજ પાર્થરાજસિંહ અભ્યાસ કરે છે.અકસ્માત સર્જનાર કારના ચાલક સામે ગુનો નોંધવા તજવીજ શરૂૂ કરવામાં આવી રહી છે.

બીજા બનાવમાં કરણપાર્ક મેઈન રોડ પર ભીમરાસોસાયટીમાં રહેતા અને સિક્યોરિટીમાં કામ કરતા વિનોદભાઈ શામજીભાઈ જાદવ નામના 53 વર્ષના પ્રૌઢ ગઈકાલે બપોરે એકાદ વાગ્યે બીગબજાર સામે ઇમપિરિયલ હાઇટ્સ નજીકથી પસાર થતા હતા ત્યારે શૈલેષ નામના બાઇકના ચાલકે ઠોકરે લેતા વિનોદભાઇને માથામાં ઇજા થઇ હતી અને હાથે પગે ફ્રેક્ચર આવતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ અંગે વિનોદભાઈની ફરિયાદ પરથી બાઇક ચાલક સામે ગુનો નોંધતા એએસઆઈ કે.યુ.વાળા અને સ્ટાફે કાર્યવાહી શરૂૂ કરી છે.

Tags :
gujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement