For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સાયલા-સિદ્ધસર રોડ પર કારમાં આગ ભભૂકી: પાંચ લોકોનો બચાવ

12:21 PM Jul 29, 2024 IST | Bhumika
સાયલા સિદ્ધસર રોડ પર કારમાં આગ ભભૂકી  પાંચ લોકોનો બચાવ
Advertisement

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા-સિધ્ધસર રોડ પર અચાનક કારમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવમાં કારમાં સવાર તમામ પાંચ વ્યક્તિઓ સમય સૂચકતા વાપરી કારમાંથી બહાર નીકળી જતા આબાદ બચાવ થયો હતો.

આ ઘટનામાં ભયાવહ આગમા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ જતાં મોટું નુકશાન આવ્યું હતું. આ ઘટનાના પગલે લોકોના ટોળે ટોળા બનાવના સ્થળે દોડી ગયા હતા. જ્યારે આ કારમાં આગ લાગવાનું કારણ હજી અકબંધ હોવાનું સામે આવ્યું છે.

Advertisement

આ કારમાં લાગી સામાન્ય આગે પળવારમા વિકરાળ સ્વરૂૂપ ધારણ કરી લીધું હતું. અને ઘટનાસ્થળે દોડી આવેલા લોકો આ આગ પર પાણીનો મારો ચલાવે એ પહેલા તો કાર લોકોની નજર સામે જ પળવારમા બળીને સ્વાહા થઇ થઇ ગઇ હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement