ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કોલકાતા રેપ-મર્ડર મામલે ખંભાળિયાના તબીબો, નગરજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજાઈ

11:54 AM Aug 21, 2024 IST | Bhumika
Advertisement

મોટી સંખ્યામાં બહેનો પણ જોડાયા

Advertisement

કલકત્તામાં થોડા સમય પૂર્વે એક પોસ્ટ ગ્રેજ્યુએટ રેસીડેન્ટ ડોક્ટરની શંકાસ્પદ ગેંગરેપ તેમજ હત્યા થવાનો જધન્ય બનાવ પ્રકાશમાં આવ્યો છે. હૃદયદ્રાવક એવા આ બનાવના ખંભાળિયા સાથે સમગ્ર દેવભૂમિ દ્વારકા અને ભારતભરમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે.આને અનુલક્ષીને ગઈકાલે મંગળવારે રાત્રે ખંભાળિયાના ડોક્ટર એસોસિએશન તેમજ નર્સિંગ સ્ટાફ અને બહેનો દ્વારા ખંભાળિયામાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખંભાળિયા મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર નિરવ રાયમગીયાના વડપણ હેઠળ અહીંના જોધપુર ગેઈટથી નગર ગેઈટ સુધી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. આ કેન્ડલ માર્ચમાં અહીંના સિનિયર ડોક્ટરો ડો. ઓ.પી. શાંખલા, ડો. હમીર કાંબરીયા, ડોક્ટર સાગર ભૂત, ડો. એચ.એન. પડિયા, ડો. આર.એન. વારોતરીયા વિગેરે સાથે લાયન્સ ક્લબ સહિતની સંસ્થાઓના ભાઈઓ તથા બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા. અને બેનરો તેમજ સૂત્રોચ્ચાર મારફતે આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી કરી, દાખલારૂપ સજા અપાવવા માટેની માંગ કરવામાં આવી હતી.
Tags :
Candle marchgujaratgujarat newsKhambhaliaKhambhalia news
Advertisement
Next Article
Advertisement